અજાણ્યા વાહન સાથે અકસ્માતમાં કાર ખાડામાં ખાબકતા બે ઈજાગ્રસ્ત

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
અજાણ્યા વાહન સાથે અકસ્માતમાં કાર ખાડામાં ખાબકતા બે ઈજાગ્રસ્ત 1 - image


- સાયલાની જસાપર ચોકડી પાસે 

- ઈજાગ્રસ્ત બે વ્યક્તિને સારવાર અર્થે ખસેડાયા : અમદાવાદથી રાજકોટ જવાના રસ્તે અકસ્માત નડયો 

સાયલા : સાયલાના જસાપર ચોકડી પાસે અમદાવાદથી રાજકોટ તરફ જતી કારનો અજાણ્યા વાહન સાથે અકસ્માત થતાં કારમાં સવાર એક વ્યક્તિને ગંભીર તથા એકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. 

સાયલાના જસાપર ચોકડી પાસે અમદાવાદથી રાજકોટ જઈ રહેલી કારનું અજાણ્યા વાહનની ટક્કરે અકસ્માત થયું હતું. બનાવના પગલે કાર ૧૦ ફૂટ જેટલા ખાડામાં ખાબકી હતી. અકસ્માતમાં રાજકોટના માધાપર ચોકડીએ રહેતા વડોલિયા કરણ રાજુભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે કારમાં સવાર દિપેશભાઈને સામાન્ય ઈજાઓ થઈ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિકો દ્વારા તેમને બહાર કાઢીને સાયલાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. 


Google NewsGoogle News