Get The App

પાટડીમાં એસીબી પીઆઈના ભાઇના ઘરમાંથી જુગારધામ પકડાયું : ચાર પોલીસ કર્મી સસ્પેન્ડ

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
પાટડીમાં એસીબી પીઆઈના ભાઇના ઘરમાંથી જુગારધામ પકડાયું : ચાર પોલીસ કર્મી સસ્પેન્ડ 1 - image


- ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ ટીમના દરોડાથી દોડધામ

- પાંચ મહિલા સહિત 30 જુગારીયાઓની ધરપકડ : રોકડ, મોબાઇલ, વાહન સહિત રૃ. 6.58 લાખનો મુદ્દામાલ જપ્ત : ફરજમાં ઘોર બેદરકારી બદલ સ્થાનિક પી.આઈ. સહિત ત્રણ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી : સ્થાનિક પોલીસ દારૃ-જુગારની બદી રોકવામાં નિષ્ફળ જતાં બહારની એજન્સીના દરોડા વધ્યા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનીક પોલીસને અંધારામાં રાખી જિલ્લામાં ફરી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ની ટીમે પાટડી તાલુકામાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડા કરી સ્થળ પરથી જુગાર રમતી મહિલાઓ સહિત ૩૦ શખ્સને ૬.૫૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. તપાસ દરમિયાન વડોદરા ગ્રામ્યના એસીબી પીઆઈના ભાઈના રહેણાંક મકાનમાં જુગાર રમાતો હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાને લઇ ફરજમાં બેદરકારી બદલ એક પીઆઇ અને ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી શહેરના વેલનાથ નગરમાં આવેલા એક રહેણાંક મકાનમાં છેલ્લા ઘણા સમયથી જુગારનો અડ્ડો ચાલતો હોવાની ફરિયાદ ઉઠી હતી. સ્થાનિક પોલીસ મથકની નજીકમાં જ જુગારનો અડ્ડો ચાલતો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી હોવાનું ધ્યાને આવતા ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડયા હતા. દરોડામાં સ્થળ પરથી ૫ મહિલાઓ સહિત ૩૦ જુગારી, રોકડ રૃા.૪,૫૮,૪૫૦, ત્રણ વાહનો (કિં રૃા.૭૫,૦૦૦), ૨૬ મોબાઈલ (કિં.રૃ.૧,૨૫,૫૦૦ સહિત કુલ રૃા.૬,૫૮,૯૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જુગારધામનો સંચાલક કિરણ ઉર્ફે અલ્પેશ પ્રહલાદભાઈ ઠાકોર વડોદરા ગ્રામ્ય એસીબીમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ ઠાકોરનો ભાઇ છે. 

બીજી તરફ સ્થાનિક પોલીસ દારૃની બદી તેમજ જુગાર ધારાના કડક અમલમાં નિષ્ફળ જતાં જિલ્લા બહારની એજન્સીના દરોડા વધ્યા છે. એસએમસીના દરોડાના પગલે જિલ્લા પોલીસ વડાએ તાત્કાલીક અસરથી સ્થાનિક વિસ્તારમાં જુગારનો અડ્ડો ચાલતો હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરી બેદરકારી દાખવતા કાર્યવાહી કરી હતી. પોલીસ વડાએ તાત્કાલીક અસરથી પગલા લઈ પાટડી પીઆઈ એમ.કે.ઝાલા તેમજ ફરજ પરના બીટના ત્રણ પોલીસ કોન્સ્ટેબલ ગણતભાઈ ભુરાભાઈ, વિપુલભાઈ કાનજીભાઈ અને ગૌતમભાઈ કાંતીલાલને સસ્પેન્ડ કર્યા છે.

દરોડામાં ઝડપાયેલા જુગારીઓ

(૧) કિરણ ઉર્ફે અલ્પેશ પ્રહલાદભાઈ ઠાકોર રહે.વેલનાથનગર પાટડી (જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી) (૨) મુકેશભાઈ પ્રહલાદભાઈ ઠાકોર, રહે.વેલનાથનગર પાટડી (જુગારધામ ચલાવનારનો ભાઈ તેમજ મદદ કરનાર) (૩) ભરતભાઈ રમેશભાઈ દેવીપુજક રહે.ખાન સરોવર પાટડી (જુગારના ધંધામાં મદદ કરનાર) (૪) રાકેશ શ્યામજીભાઈ ઠાકોર રહે.વેલનાથનગર પાટડી (જુગારના ધંધામાં મદદ કરનાર) તેમજ જુગાર રમનાર (૫) વસીમ જીલાણીભાઈ સીપાઈ રહે.પઠાણવાસ પાટડી (૬) મીનાજભાઈ ઉસ્માનભાઈ નાયક રહે.નવધારીવાસ પાટડી (૭) અમીતકુમાર દિલીપભાઈ ખખ્ખર રહે.અંબિકાનગર સોસાયટી, પાટડી (૮) અસલમભાઈ શબીરભાઈ સીપાઈ રહે.પાટડીયાવાસ દુદખા તા.સમી (૯) લાલભા ભીખુભા ઝાલા રહે.ફતેપુરવાસ ઝીંઝુવાડા (૧૦) જાહીર અબ્બાસ દાવલભાઈ બેલીમ રહે.પઠાણવાસ પાટડી (૧૧) દેવપાલ રાજુભાઈ ઝાલા રહે.ગુંજા તા.દેત્રોજ (૧૨) નરેશભાઈ મગનભાઈ ઠાકોર રહે.વાદીવાસ પાટડી (૧૩) વખતસિંહ ભરતસિંહ સોલંકી રહે.રાજપુરા તા.દેત્રજ (૧૪) વિજયભાઈ મનહરભાઈ ભીલ રહે.દરીયાલાલ મંદિર પાસે પાટડી (૧૫) નિલેશગીરી વિષ્ણુગીરી ગોસ્વામી રહે.ખોડીયારનગર પાટડી (૧૬) ભાર્ગવ અમૃતલાલ દેકાવાડીયા રહે.ટીંબાવાસ પાટડી (૧૭) રસીક છનાભાઈ દેવીપુજક રહે.ખાનસરોવર પાટડી (૧૮) લાલભાઈ છનાભાઈ દેવીપુજક  રહે.ખાનસરોવર પાટડી (૧૯) મોહસીન ઉર્ફે લારા બાબુભાઈ મંડલી રહે.નુરી સોસાયટી વિરમગામ (૨૦) સરફરાજ ઉર્ફે કાળુ હબીબભાઈ ફકીર રહે.અલબદર સોસાયટી વિરમગામ (૨૧) રામાભાઈ ઉર્ફે વિક્રમ જીવાભાઈ ઠાકોર રહે.ભાટવાસ સામે પાટડી (૨૨) અરવિંદસિંહ હરિભા મકવાણા રહે.ફતેપુરા તા.દેત્રોજ (૨૩) કિરણકુમાર મંગાજી ઠાકોર રહે.સગરા તા.કડી (૨૪) રાજુભાઈ પોલાભાઈ દેવીપુજક રહે.વેલનાથનગર પાટડી (૨૫) રમેશભાઈ રાસંગજી ઠાકોર રહે.મીઠાપુર તા.માંડલ (૨૬) ખુશ્બુબેન ઉર્ફે કુસુમબેન અશ્વીનભાઈ પરમાર રહે.રેલનગર વિરમગામ (૨૭) રમીલાબેન ગોપાલભાઈ ઠાકોર રહે.વેલનાથનગર પાટડી (૨૮) કાંતાભાઈ મગનભાઈ પરમાર રહે.રેલનગર વિરમગામ (૨૯) રમીલાબેન નાગરભાઈ પરમાર રહે.રેલનગર વિરમગામ (૩૦) જલીબેન તરાસંગીજી ઠાકોર રહે. વેલનાથનગર પાટડી

એસીબી પીઆઈનો ભાઈ જ જુગારનો અડ્ડો ચલાવતો હતો

આ ઘટનાને લઇ સ્થાનિકોમાં અનેક સવાલ ઉભા થયા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા દરોડામાં તપાસ કરતા જુગાર ધામનો સંચાલક કિરણ ઉર્ફે અલ્પેશ પ્રહલાદભાઈ ઠાકોર વડોદરા ગ્રામ્ય એસીબીમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ ઠાકોરનો ભાઇ છે. ઘટનાને લઇ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે પોલીસકર્મીનો ભાઇ જ જુગારનો અડ્ડો ચલાવે તો ફરિયાદ કોને કરવી, ગાંધીનગરથી એસએમસીની ટીમ રેડ કરે તો સ્થાનિક પોલીસ શું કરે છે. અને પીઆઇ કમલેશ ઠાકોરના ભાઇ કિરણ ઠાકોર ઉપર કોની રહેમ નજર છે જેના આધારે તે જુગારનો અડ્ડો ચલાવી રહ્યા છે.

જુગારના અડ્ડાથી પોલીસ અજાણ ?

એસએમસીની ટીમે જે સ્થળ પર દરોડો કર્યો તે વેલનાથ નગર પાટડી પોલીસ સ્ટેશન નજીક આવેલો છે. લાંબા સમયથી પોલીસ સ્ટેશનથી નજીક રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પર ખુલ્લેઆમ જુગાર રમતા જુગારીઓ જાણો પોલીસના માથા પર બેસી ખેલ ખેલતા હોય અને પોલીસને પડકાર ફેંકતા હોય એવું ફલિત થયું હતું. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસમેઅસીની ટીમે દરોડા કરતા સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ જુગારની બદી ચાલતી હોવાની ચર્ચાએ વેગ પકડયું છે. લાંબા સમયથી રહેણાંક મકાનમાં જુગારનો અડ્ડો ચાલતો હોય તેનાથી સ્થાનિક લોકો, જુગારીઓ વાકેફ હોય ત્યારે સ્થાનિક પોલીસ અજાણ કેમ રહી એ શંકા ઉપજાવે એવી બાબત લાગે છે.


Google NewsGoogle News