લખતરના વણા- ધણાદ રોડ પર દેશી તમંચા સાથે શખ્સ પકડાયો એસઓજીએ તમંચો રૂ. પાંચ હજાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
લખતરના વણા- ધણાદ રોડ પર દેશી તમંચા સાથે શખ્સ પકડાયો એસઓજીએ તમંચો રૂ. પાંચ હજાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો 1 - image


સુરેન્દ્રનગર :  એસઓજી પોલીસે લખતર તાલુકામાં પેટ્રોલીંગ હાથધર્યું હતું તે દરમિયાન વણા-ધણાદ રોડ પરથી ગેરકાયદેસર સીંગલ બેરલ તમંચા સાથે એશ શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

 એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજા સહિતના સ્ટાફે લખતર તાલુકામાં પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમિયાન બાતમીના આધારે વણા-ધણાદ રોડ પરથી અજીતભાઈ રામજીભાઈ અંબારીયા રહે.વણા ગામવાળાને દેશી હાથબનાવટના સીંગલ બેરલ તમંચો કિંમત રૂા.૫૦૦૦ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.  જ્યારે ઝડપાયેલા શખ્સ વિરૂધ્ધ હથિયારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Google NewsGoogle News