ચોટીલા હાઈવે પર ગૌરક્ષકોએ ચક્કાજામ કરી વિરોધ કર્યો

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
ચોટીલા હાઈવે પર ગૌરક્ષકોએ ચક્કાજામ કરી વિરોધ કર્યો 1 - image


- ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ

- 15 થી વધુ ગૌરક્ષકોની પોલીસે અટકાયત કરવામાં આવી

સુરેન્દ્રનગર : તાજેતરમાં અલગ-અલગ પીઠના શંકરાર્ચાય દ્વારા ગૌમાતાને રાષ્ટ્રીય માતા ધોષીત કરવાની માંગ સાથે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ઠેરઠેર ગૌરક્ષકો દ્વારા આ મામલે શંકરાર્ચાયના સમર્થનમાં સરકાર સામે વિરોધ કરવામાં આવી રહ્યો છ.ે ત્યારે ચોટીલા હાઈવે પર ગૌરક્ષકો દ્વારા રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

 દેશમાં ગૌહત્યાના બનાવો અટકે તેમજ સરકાર દ્વારા ગૌહત્યા અંગેનો કાયદો લાગુ કરવામાં તેમજ ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે સહિતની માંગો અંગે શંકરાર્ચાય સહિત ગૌરક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે .

ત્યારે ચોટીલા હાઈવે પર પણ ગૌરક્ષકો દ્વારા રસ્તા પર બેસી વાહનો રોકી ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની ઉગ્ર માંગ સાથે સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા જે બનાવને પગલે હાઈવે પર રોડની બન્ને સાઈડ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા .

અને પોલીસે ઘટના સ્થળે પહોંચી ચક્કાજામ કરી રહેલ ગૌરક્ષકોને સમજાવવાના પ્રયાસો હાથધર્યા હતા પરંતુ ગૌરક્ષકો એકના મેક ન થતા પોલીસ દ્વારા અંદાજે ૧૫થી વધુ ગૌરક્ષકો તેમજ હિન્દુ સંગઠનોના આગેવાનોની અટકાયત કરી પોલીસ ચોકીએ લઈ જવામાં આવ્યા હતા જ્યારે ચક્કાજામને પગલે કલાકો સુધી વાહનચાલકોને ટ્રાફિકમાં ફસાઈ જવાનો વારો આવ્યો હતો અંદાજે ૧ કલાક સુધી ટ્રાફિકજામ પોલીસે વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો.



Google NewsGoogle News