Get The App

પાટડીના જરવલા નજીક ટ્રક-બાઇક અથડાતા યુવતીનું મોત

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
પાટડીના જરવલા નજીક ટ્રક-બાઇક અથડાતા યુવતીનું મોત 1 - image


- રોંગ સાઇડમાં ઓવરટેક કરવતા જતાં ટ્રકે જીવ લીધો

- ટ્રકે ટક્કર મારતા બાઇક પિલ્લર સાથે અથડાયું, યુવતી પર ટ્રકના ટાયર ફરી વળ્યા : બે ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગર : પાટડી વિરમગામ રોડ પર જરવલા ગામ નજીક સાઇડ કાપવા જતા ટ્રકે બાઇકને ટક્કર મારતા  બાઇક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર બે યુવતિ પૈકી એક યુવતી પર ટ્રકના ટાયર ફરી વળતાં મોત નિપજ્યું હતું જ્યારે યુવક અને અન્ય એક યુવતીને ઇજાઓ પહોંચી હતી.  પાટડી પોલીસે ગુનો નોંધી તપાસની  હાથ ધરી છે.

પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે રહેતા જીતેન્દ્રકુમાર વિજયભાઇ પરમાર તેમની સાથે અભ્યાસ કરતા વૈભવીબેન અને પિન્કીબેનને બાઇકમાં બેસાડી વિરમગામ મુકવા જઇ રહ્યાં હતાં. તે દરમિયાન જરવલા ગામપાસે એક ટ્રકની સાઇડ કાપવા જતાં ટ્રકના ચાલકે ટ્રક રોંગ સાઇડમાં લેતા બાઇકને ટક્કર લાગતા બાઇક કેનાલના પીલર સાથે અથડાયું હતુ  અને પિન્કીબેન ટ્રકના ટાયરમાં આવી જતાં ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતુ. 

જ્યારે વૈભવીબેન અને જીતેન્દ્રકુમારને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે જીતેન્દ્રકુમારે ટ્રકના ચાલક વિરૃધ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસની  હાથ ધરી છે.



Google NewsGoogle News