Get The App

ઘુડખર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ફરી ખુલ્લુ મૂકાયું : 25 સહેલાણીઓ આવ્યા

Updated: Oct 16th, 2021


Google NewsGoogle News
ઘુડખર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ફરી ખુલ્લુ મૂકાયું : 25 સહેલાણીઓ આવ્યા 1 - image


- ચાર મહિના સુધી બંધ રખાયા બાદ

- પ્રવાસીઓએ કોરોનાની ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે : અભ્યારણમાં ૩૩ વન્ય પ્રજાતિનો વસવાટ 

પાટડી : સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-હળવદ અને દસાડા તાલુકાને અડીને આવેલા કચ્છના નાના રણમાં આવેલા ઘુડખર અભ્યારણ્ય આજથી પ્રવાસીઓ માટે ફરી ખુલ્લુ મુકવામાં આવ્યુ છે.જેમાં આજે પ્રથમ દિવસે ૨૫ સહેલાણીઓ આવ્યા હતા. 

 સુરેન્દ્રનગર જિલ્લાનું ઘુડખર અભ્યારણ્ય ચોમાસાના ચાર મહિના પ્રવાસીઓ માટે બંધ રાખવામા આવ્યુ હતુ આ ચાર મહિના ઘુડખર તથા રાજ્ય પશુ-પક્ષીઓનો સંવનન કાળ હોવાથી કોઈ ખલેલ ન પડે તે માટે પ્રવાસીઓ ને પ્રવેશ નિષેધ હતો. પરંતુ  ઘુડખર અભ્યારણ્ય પણ  ફરી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવેલું છે. આ અંગે વધુ માહીતી આપતા ડી.એફ.ઓ  પ્રજ્ઞોશભાઈ દવે એ જણાવ્યુ કે ચોમાસાના ચાર મહીના પ્રવાસીઓ માટે ઘુડખર અભ્યારણ્ય બંધ રાખવામા આવ્યુ હતુ. પરંતુ આજથી પ્રવાસીઓ માટે અભ્યાણ્ય ફરી ખુલ્લુ મુકવામાં આવેલું છે જો કે, પ્રવાસીઓએ સરકારની ગાઈડલાઈન અને કોવિડ-૧૯ના જે નિયમો છે તેનુ પાલન કરવાનું રહેશે. હાલમાં છેલ્લી વસતી ગણતરી મુજબ રણમાં ૭૦૮૨ જેટલી ઘુડખરની સંખ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૪૯૫૩ ચો.કિ.મી વિસ્તારમાં પથરાયેલ કચ્છના નાના રણમાં ૩૩ જાતના વન્ય પ્રાણીઓ વસે છે ઘુડખર ઉપરાંત ચિંકારા, રણદોકડી, ડેજર ફોકસ જેવા પશુ પ્રાણીઓ સાથે ૧૫૨ જેટલી વિવિધ જાતના પક્ષીઓ પણ મહેમાન બનીને આવેલું છે.


Google NewsGoogle News