વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા 1 - image


- 13 હજાર ઉપરાંતની રોકડ કબજે કરી ગુનો નોંધ્યો

સુરેન્દ્રનગર : વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં આવેલી કુરીયરની ઓફીસ સામે જાહેરમાં જુગાર રમી રહેલા ૪ શખ્સોને સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસે રોકડા રૂા.૧૩,૭૦૦ સહીતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં આવેલી એક કુરીયરની ઓફીસ સામે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા બિ-ડિવિઝન પોલીસ ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા સુરેશભાઇ નરસિંહભાઇ સારલા, અજીતભાઇ જવેરભાઇ સારલા, અશોકભાઇ જેરામભાઇ સારલા અને રઘાભાઇ વિરજીભાઇ પનારાને જુગાર રમતા ઝડપી લીધા હતા.

 પોલીસે સ્થળ પરથી રોકડા રૂા.૧૩,૭૦૦ તેમજ પત્તા સહીતનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News