સાયલા તાલુકામાંથી ગેરકાયદે રેતી, કપચી વહન કરતા ચાર ડમ્પર ઝડપાયા

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
સાયલા તાલુકામાંથી ગેરકાયદે રેતી, કપચી વહન કરતા ચાર ડમ્પર ઝડપાયા 1 - image


- 111 ટન માલસામાન અને ડમ્પરો સીઝ કરાયા

- મામલતદાર અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ખાણ-ખનીજ વિભાગને રિપોર્ટ સોંપ્યો 

સાયલા : સાયલા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર વહન કરતા ડમ્પર ઉપર સાયલા મામલતદારે તવાઈ બોલાવી હતી. ચેકિંગ દરમિયાન ચાર ડમ્પરો પાસ પરમીટ વગર વહન કરતા ઝડપાયા હતા.

સાયલા તાલુકાના ભાડુકા રોડ, સાયલા-ડોળિયા બાઉન્ડ્રી, સાયલા હાઈવે સહિતના વિસ્તારોમાં સાયલા મામલતદાર એસ.એ.હેરમા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જૂદા જૂદા વિસ્તારોમાંથી પાસ પરમીટ વિના વહન કરી રહેલા ચાર ડમ્પરો ઝડપાયા હતા. ડમ્પરોમાં રહેલી રેતી, કપચી, ડસ્ટ સહિતનાનો વજન કરાતા ૧૧૧ ટન માલસામાન પાસ પરમીટ વિના વહન કરાતો હોવાનું ખુલ્યું હતું. મામલતદાર દ્વારા માલસામાન અને ડમ્પરો મળી કુલ ૭૫ લાખનો મુદ્દામાલ સાયલા પોલીસ મથકે સીઝ કરવામાં આવ્યો હતો.

હાલ તમામ ઝડપાયેલા ડમ્પર ઉપર કાયદેસરની કાર્યવાહી કરી ખાણ-ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો છે. આ બાબતે ખાણ-ખનીજ વિભાગ તમામ ભરેલા ડમ્પરો કયા યુનિટ પરથી ભરવામાં આવ્યા છે તેની વધુ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરશે.


Google NewsGoogle News