વઢવાણના શ્રીજી સદન ફ્લેટમાં જુગાર રમતા ચાર ઝડપાયા

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
વઢવાણના શ્રીજી સદન ફ્લેટમાં જુગાર રમતા ચાર ઝડપાયા 1 - image


- ઘરમાં ધમધમતા જુગારના અડ્ડા પર દરોડો

- રોકડ, પાંચ મોબાઈલ અને કાર મળી રૂ. 5.43 લાખનો મુદ્દામાલ કબજે

સુરેન્દ્રનગર : એલ.સી.બી.પોલીસે વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક રહેણાંક ફલેટમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડી રોકડ સહિત ૫.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કરી ચાર શખ્સોને જુગાર રમતા ઝડપી પાડયા હતા.

વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી શ્રીજીદર્શન સોસાયટીમાં આવેલા શ્રીજી સદન ફલેટમાં છેલ્લા ઘણા સમયથી જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલ.સી.બી. પોલીસે રેઈડ કરી હતી. જેમાં જુગાર રમતા હિતેશભાઈ કલ્યાણભાઈ શિહોરા (ઉં.વ.૩૯, રહે.શ્રીજીસદન ફલેટ), કાંતિભાઈ ભગવાનભાઈ શિહોરા (ઉં.વ.૪૪, રહે.નાના ટ્રેન્ટ, માંડલ), કિરણભાઈ ધનજીભાઈ મકવાણા (ઉં.વ.૨૭, રહે.કડી) અને  અંકિતભાઈ કિરિટભાઈ વડગાસિયા (ઉં.વ.૩૧, રહે.ટ્રેન્ટ, તા.માંડલ)ને ઝડપી પાડયા હતા.  

પોલીસે તેમની પાસેથી રોકડ રૂા.૨.૦૮ લાખ, પાંચ મોબાઈલ, અને એક કાર મળી કુલ રૂા.૫.૪૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. 


Google NewsGoogle News