વડાલીની સીમમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા
- પોલીસે રોકડ 15330 ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી
સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના વડાલી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને નાની મોલડી પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂા.૧૫,૩૩૦ સહીતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ચોટીલા તાલુકાના વડાલી ગામની આંબલીવાળી સીમમાં અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે નાની મોલડી પોલીસ ટીમે દરોડો કર્યો હતો.
જેમાં જાહેરમાં જુગાર રમતા જેન્તીભાઇ રાયધનભાઇ કુવાડીયા, રાજેશભાઇ રઘુભાઇ મેણીયા, રમેશભાઇ સંગ્રામભાઇ ગોહિલ અને અશ્વિનભાઇ દેવાભાઇ કુકડીયાને ઝડપી લીધા હતાં.પોલીસે સ્થળ પરથી રોકડા રૂા.૧૫,૩૩૦ સહીતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.