રંગપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચે સરકારી જમીન હડપ કરી, ધરપકડ

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
રંગપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચે સરકારી જમીન હડપ કરી, ધરપકડ 1 - image


સરકારી પડતર જમીન પર 140 વારમાં મકાન બનાવી નાંખ્યું

તલાટી-કમ-મંત્રીએ નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે પૂર્વ સરપંચને ઝબ્બે કરી સાબરમતી જેલમાં ધકેલી દીધો

ધંધુકા: ધંધુકા તાલુકાના રંગપુર ગામના પૂર્વ સરપંચે સરકારી જમીન હડપ કરી મકાન ચણી નાંખ્યાની ઘટનામાં તલાટી મંત્રીએ લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધાવતા પોલીસે પૂર્વ સરપંચની ધરપકડ કરી સાબરમતી જેલમાં ધકેલી દીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ધંધુકા તાલુકાના રંગપુર ગામે ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચે કિશોર સોલંકીએ વર્ષ ૨૦૦૭થી ૨૦૨૧ના સમયગાળાના પોતાના કાર્યકાળ દરમિયાન સત્તાનો દુરૂપયોગ કરી રંગપુરની ગામતળની સરકારી જમીન વી.પી. ૭૧૬ને બે ભાગમાં વિભાજીત કરી વીપી નં.૭૧૬/૧માં પોતાનું નામ તથા ૭૧૯/૨માં પોતાના દાદીનું નામ આકારણી રજીસ્ટરમાં ૬૨૭ ચો.મી. જમીન ચડાવી સરકારી પડતર જમીન હડપ કરી ૧૪૦ વારમાં મકાન ચણી નાંખ્યું હતું. જે સંદર્ભે જિલ્લા કલેક્ટરમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ થતાં પૂર્વ સરપંચે સરકારી જમીન હડપ કરવાનું ષડયંત્ર કરી સરકારી જમીનને પચાવી પાડયાનું બહાર આવતા રંગપુરના તલાટી અનિલભાઈ દેસાઈએ જિલ્લા કલેક્ટરના હુકમથી પૂર્વ સરપંચ કિશોર સોલંકી સામે ધંધુકા પોલીસમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે શખ્સની અટકાયત કરી અમદાવાદ સ્થિત સાબરમતી જેલમાં મોકલી આપ્યો હતો. 

રંગપુરના પૂર્વ સરપંચે આચરેલા જમીન હડપના કારસાનો મુદ્દો સમગ્ર તાલુકામાં ચર્ચાની એરણ પર રહ્યો હતો.



Google NewsGoogle News