થાનના નવાવાસમાં ઓરડીમાંથી 36 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
થાનના નવાવાસમાં ઓરડીમાંથી 36 હજારનો વિદેશી દારૂ ઝડપાયો 1 - image


- 91 બોટલ દારૂ કબજે કરી ફરાર આરોપી સામે તપાસ હાથ ધરી 

સુરેન્દ્રનગર : થાનના નવાવાસ નજીક આવેલી ઓરડીમાંથી સુરેન્દ્રનગર એલસીબી પોલીસે વિદેશી દારૂની ૯૧ બોટલો ઝડપી પાડી હતી. પોલીસે રૂ.૩૬,૪૦૦ નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જ્યારે આરોપી હાજર મળી આવ્યો નોહતો.

સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમ દ્વારા થાન પંથકમાં પેટ્રોલિંગ હાથ ધરાયું હતુ. તે દરમિયાન થાનના નવાવાસ નજીક પ્રકાશ લાલજીભાઇ સોલંકીની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરે છે તેવી બાતમી મળી હતી. જેના આધારે એલસીબી પોલીસ ટીમે દરોડો કર્યો હતો. જેમાં ઓરડીમાંથી વિદેશી દારૂની ૯૧ બોટલો મળી આવી હતી. પોલીસે રૂા.૩૬,૪૦૦નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. 

જ્યારે આરોપી પ્રકાશ લાલજીભાઇ સોલંકી હાજર ન મળી આવતા આરોપી વિરૂધ્ધ થાન પોલીસ મથકે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી  છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે દરોડો કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયાં છે.



Google NewsGoogle News