વેલાળા ગામની સીમમાંથી 1.72 લાખનો વિદેશી દારૂ પકડાયો

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
વેલાળા ગામની સીમમાંથી 1.72 લાખનો વિદેશી દારૂ પકડાયો 1 - image


- આરોપી હાજર મળી ના આવ્યો 

- બાવળના કાંટ પાસે વીડમાં કુવાના ગાળની આડમાં ૨૦૯ બોટલ છુપાવી હતી

ચોટીલા, સુરેન્દ્રનગર : થાન તાલુકાના વેલાળા ગામની સીમમાં આવેલા વીડ વિસ્તારમાંથી એલસીબી પોલીસે અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂનો રૂ.૧.૭૨ લાખની કિંમતનો જથ્થો કબજે કર્યો હતો. જ્યારે આરોપી હાજર મળી આવ્યો ન હતો.

વેલાળા ગામે રહેતા વિશુ ભરતભાઇ ખાચર વેલાળાની સીમમાં ચાન્દ્રેલીયાના રસ્તે આવેલા પોતાના કબજા વાળા બાવળના કાંટ પાસે વીડમાં કુવાના ગાળની આડમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે દરોડો કર્યો હતો.

જેમાં કુવાના ગાળ પાસેની માટી હટાવતા માટી નીચે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૨૦૯ બોટલો કિંમત રૂા.૧.૭૨ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો રાખનાર વિશુ ખાચર હાજર મળી આવ્યો નહતો.

 આથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજે કરી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News