રતનપરમાં રહેણાંક મકાનમાંથી જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
રતનપરમાં રહેણાંક મકાનમાંથી જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા 1 - image


- ગુદડી પાસાના જુગારના અડ્ડા પર દરોડો

- 26 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર : રતનપર ભોગાવો નદીનાં કાંઠે આવેલી શેરી નંબર ૧૧ના રહેણાંક મકાનમાંથી ગુડદી પાસાનો જુગાર રમતા ત્રણ શખ્સો તેમજ જુગાર રમાડનાર સહીત કુલ પાંચ શખ્સોને રોકડા તથા મોબાઇલ સહીત કુલ રૂા.૨૬,૮૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ જોરાવરનગર પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

રતનપર વિસ્તારમાં ભોગાવો નદીનાં કાંઠે આવેલી શેરી નં.૧૧ માં રહેતા મહેશભાઇ ગણેશભાઇ ચાવડા અને રમેશભાઇ ઉર્ફે કોલસો મગનભાઇ પરમાર મહેશભાઇના મકાનમાં બહારથી માણસોને બોલાવી ગુડદી પાસાનો જુગાર રમાડતા હોવાની બાતમી જોરાવરનગર પોલીસને મળી હતી.

જેના આધારે પોલીસે દરોડો કરીને જુગાર રમાડતા મહેશભાઇ ગણેશભાઇ ચાવડા, રમેશભાઇ ઉર્ફે કોલસો મગનભાઇ પરમાર તેમજ જુગાર રમી રહેલા દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુ મહેન્દ્રભાઇ ગોહિલ, ઇમરાન અલુભાઇ મોવર અને મોબતભાઇ ગણેશભાઇ ગાંગડીયાને ઝડપી લીધા હતા. 

પોલીસે સ્થળ પરથી રોકડા રૂા.૧૬,૩૫૦ તથા ૩ મોબાઇલ અને ગુડદી પાસાના સાહિત્ય સહીત કુલ રૂા.૨૬,૮૫૦નો મુદ્દામાલ કબજે કરીને તમામ પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News