નીમકનગરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
નીમકનગરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા 1 - image


- ગંજા વિસ્તારમાં દરોડો કર્યો 

- રોકડ અને 3 મોબાઈલ સહિત 20860 નો મુદ્દામાલ કબજે 

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના નીમકનગર ગામમાંથી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમે ઝડપી પાડયા હતા. પોલીસે કુલ રૂા.૨૦,૮૬૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

નીમકનગર ગામે આવેલ ગંજા વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધરે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમે દરોડો કર્યો હતો. જેમાં એક મકાનની પાછળ જુગાર રમતા મહેબુબભાઇ નુરમહમદભાઇ મોવર, હેદરભાઇ મહમદભાઇ ઢુંસા, કિશોરભાઇ સમરતભાઇ કુડેચા, વિક્રમભાઇ રાયાભાઇ વહાણીયા અને મુનાભાઇ લાલાભાઇ ઝાપડાને ઝડપી લીધા હતાં.

પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂા.૧૨,૩૬૦ તથા ૩ મોબાઇલ સહીત કુલ રૂા.૨૦,૮૬૦નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News