હળવદમાં જીવલેણ હુમલો કરનારા ત્રણ પૈકી પિતા-પુત્રની ધરપકડ

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
હળવદમાં જીવલેણ હુમલો કરનારા ત્રણ પૈકી પિતા-પુત્રની ધરપકડ 1 - image


રિ-કન્સ્ટ્રક્શન સહિતની કાર્યવાહી હાથ ધરાઈ 

ગૌરી દરવાજા પાસે ત્રણ ભાઈઓ પર હુમલો કરતા એકનું મોત નીપજ્યું હતું

હળવદ: હળવદના ગૌરી ગૌરી દરવાજા પાસે ત્રણ ભાઈઓ પર હુમલો કરતા એકનું મોત નીપજ્યું હતુંદરવાજા વિસ્તારમાં મંગળવારે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત હજુ પણ ગંભીર છે. ત્યારે આ અંગેની હળવદ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે એક શખ્સ અને એક સગીરને ઝડપી લઈને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ઈસનપુરના ત્રણ ભાઈઓ મંગળવારે હળવદના ગૌરી દરવાજા વિસ્તારમાં સેન્ટિંગ ભરવા માટે આવ્યા હતા. જ્યાં નટુભાઈ ઉર્ફે દાઢી ડુંગરભાઈ પરમાર, તેનો સગીર પુત્ર અને એક અજાણ્યા શખ્સે ત્રણેય ભાઈઓ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં રવિ સોનગ્રા અને હિરેન સોનગ્રાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં રવિનું મોત નીપજ્યું હતું. જ્યારે હિરેનની હાલત હજૂ ગંભીર છે. 

આ અંગે જયદીપ સોનગ્રાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરીને નટુ ઉર્ફે દાઢી પરમાર તેમજ તેના સગીર વયના પુત્રની ધરપકડ કરી ઘટનાનું રિ-કન્ટ્રક્શન સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News