Get The App

મુળીના દેવપરામાં લોખંડની પાઇપ વડે પિતા-પુત્ર પર હુમલો કરાયો

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
મુળીના દેવપરામાં લોખંડની પાઇપ વડે પિતા-પુત્ર પર હુમલો કરાયો 1 - image


- અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી 

- દિકરીને પરિવારજનો દ્વારા ગાળો આપવા બાબતે હુમલાની ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર : મુળી તાલુકાના દેવપરા ગામે દિકરીને ગાળો દેવાના મનદુઃખ બાબતે દિકરીના પિતાએ બે શખ્સો પર લોખંડના પાઇપ વડે હુમલો કરતા પિતા પુત્રને ઈજાઓ પહોંચતા પ્રથમ મુળી સરકારી હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે ઇજાગ્રસ્તે મુળી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 દેવપરા ગામે રહેતા લાલજીભાઇ પીરજીભાઇ સોલંકીના પુત્ર મહેશજીને પ્રતાપજી જેઠાજી રાઠોડ નામના શખ્સે લોખંડના પાઇપ વડે માર મારતા ઇજાગ્રસ્ત હલતમાં મહેશજી દેવપરા ગામના બસ સ્ટેશન પાસે આવેલ તેના પિતાની દુકાને દોડી ગયો હતો ત્યારે પ્રતાપજી રાઠોડ લોખંડનો પાઇપ લઇ ત્યાં પણ ધસી ગયો હતો અને લાલાજી સોલંકીના ૫રિવારજનો દિકરીને ગાળો આપવાની બાબતનું મનદુઃખ રાખી લોખંડનો પાઇપ લઇ તુટી પડયો હતો.

 મારામારી અને દેકારો થતાં આસપાસમાંથી લોકો દોડી આવતા પ્રતાપજી રાઠોડ નાસી છુટયો હતો જ્યારે ઇજાગ્રસ્ત લાલાજી સોલંકી તેમજ તેમના પુત્ર મહેશજીને સારવાર માટે પ્રથમ મુળી સરકારી હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. 

જ્યારે આ બનાવ અંગે લાલાજી સોલંકીએ પ્રતાપજી જેઠાજી રાઠોડ વિરૂધ્ધ મુળી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા મુળી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News