ચાલુ ટ્રેનમાં ચડવા જતાં નીચે પટકાતા પિતા-પુત્રને ગંભીર ઈજા

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
ચાલુ ટ્રેનમાં ચડવા જતાં નીચે પટકાતા પિતા-પુત્રને ગંભીર ઈજા 1 - image


- સુરેન્દ્રનગર જંક્શન પરનો બનાવ 

- અમદાવાદ જતી પેસેન્જર ટ્રેનમાં ચડતી વખતે દૂર્ઘટના બની, બન્નેને અમદાવાદ હોસ્પિટલ ખસેડાયા 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર રેલવે જંકશન પર જામનગરથી અમદાવાદ તરફ જતી ચાલુ ટ્રેનમાં ચડવા જતા પિતા-પુત્ર પડી જતા ગંભીર ઈજાઓ પહોંચતા બન્નેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગરમાં રહેતા દુકાનદાર રસીકભાઈ નગીનદાસ શાહ અને તેમનો પુત્ર રાકેશભાઈ બન્ને ધંધાકીય કામ અર્થે ટ્રેનમાં અમદાવાદ તરફ જવાનું હોવાથી સવારે બન્ને રેલવે જંકશન પર પહોંચ્યા હતા. તે દરમિયાન જામનગર તરફથી આવતી ચાલુ પેસેન્જર ટ્રેનમાં પિતા રસીકભાઈ ચડવા ગયા હતા પરંતુ ચડી ન શકતા ટ્રેનમાંથી નીચે પટકાયા હતા.

 જેમને બચાવવા જતા પુત્ર રાકેશભાઈ પણ બેલેન્સ ગુમાવતા નીચે પડયા હતા. જેથી બન્નેને હાથે તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ થતાં રેલવે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ અન્ય મુસાફરો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બન્નેને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે પ્રથમ સુરેન્દ્રનગર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.  


Google NewsGoogle News