Get The App

સુરેન્દ્રનગરમાં ૫૪૨ ગ્રામ સુકા ગાંજા સાથે પિતા-પુત્ર ઝડપાયા

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાં ૫૪૨ ગ્રામ સુકા ગાંજા સાથે પિતા-પુત્ર ઝડપાયા 1 - image


- લક્ષ્મીપરામાં એસઓજીનો દરોડો

- બોટાદથી ગાંજો મંગાવી વેચાણ કરતા હોવાની કબુલાત

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના લક્ષ્મીપરા વિસ્તારમાંથી સુકા ગાંજાના જથ્થાનો સંગ્રહ કરી ગેરકાયદે વેચાણ કરતા પિતા-પુત્રને સુરેન્દ્રનગર એસઓજીએ ઝડપી પાડયા હતા. એસઓજીએ ૫૪૨ ગ્રામ ગાંજા ના જથ્થા સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના લક્ષ્મીપરા શેરી નં.૩માં આવેલા એક મકાનમાં ગેરકાયદે સુકા ગાંજાના જથ્થાનો સંગ્રહ કર્યો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજીએ દરોડો કર્યો હતો. એસઓજીએ રફીકભાઈ ઈબ્રાહીમભાઈ મકવાણા (ઉ.વ.૪૦) અને તેમના પિતા ઈબ્રાહીમભાઈ રસુલભાઈ મકવાણા (ઉ.વ.૬૨)ને સુકા ગાંજાના ૫૪૨ ગ્રામ જથ્થા સાથે ઝડપી પાડયા હતા.

બંનેની પુછપરછ કરતા તે બોટાદથી સુકા ગાંજાનો જથ્થો મંગાવી પોતાના મકાનમાં સંગ્રહ કરી તેનું વેચાણ અને હેરાફેરી કરતા હોવાની કબુલાત કરી હતી. એસઓજીએ રૃ.૫,૪૨૦ની કિંમતના ગાંજાનો જથ્થો અને મોબાઈલ જપ્ત કરી બંને શખ્સો વિરૃદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ત્યારે શહેરી વિસ્તારમાંથી સુકા ગાંજાનો જથ્થો એસઓજીએ ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છે.


Google NewsGoogle News