સુદામડા વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ સાથેનું ખોદકામ ઝડપાયું

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
સુદામડા વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ સાથેનું ખોદકામ ઝડપાયું 1 - image


- 20 જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા

- કરોડો રૂપિયાનું ખોદકામ ચાલી રહ્યું હતું, આ મામલે વધુ તપાસ હાથ ધરાઇ

સાયલા : સાયલાના સુદામડા વિસ્તારમાં ખાન ખનીજ મોટી રેડ દરમિયાન મોટા પ્રમાણમાં ખોદકામ ઝડપી પાડવામાં આવ્યું હતું. સાથે મોટા પ્રમાણમાં એક્સપ્લોજીવ નો જથ્થો પણ મળી આવ્યો હતો. આટલો મોટો એક્સપ્લોજીવ ગેરકાયદેસર ખોદકામમાં ક્યાંથી આવ્યો તે એક મોટો સવાલ ઉભો થયો છે.હાલ ૧૩ જેટલા ડમ્પર તેમજ ૭ જેટલા હિટાચી મશીનથી થતુ હતું. બ્લેક સ્ટોનનું ખોદકામ જે ઝડપી પાડવામાં આવ્યું છે.

ખાણ ખનીજ વિભાગ તેમજ ડેપ્યુટી કલેકટરના જણાવ્યા પ્રમાણે ખોદકામ અંદાજે ૧૫૦ કરોડની આજુબાજુનું થવા પામે છે.

છેલ્લા એક અઠવાડિયામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન પર ચોથી રેડ કરવામાં આવી છે. અગાઉ જુદા જુદા વિસ્તારોમાંથી પણ મોટા પ્રમાણમાં ખનીજ ખોદકામની મોટા પ્રમાણમાં મશીનરી કબજે કરવામાં આવી હતી.

ખનીજ વિભાગ ડેપ્યુટી કલેકટર મામલતદાર ડીવાયએસપી પીએસઆઇ પોલીસ સહિતના કર્મચારીઓ રેડમાં જોડાયા હતા.

હાલ તમામ મુદ્દા માલ જપ્ત કરી પંચરોજ કામ કરી તમામ મુદ્દા માટે સાયલા પોલીસ મથકે જમા કરવામાં આવ્યો હતો .અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ખોદકામ સુદામડાના ગભરુ રબારી ઉર્ફે  મોગલ તથા સોતાજ યાદવ દ્વારા કરવામાં આવતુ હતુ!

અનેક વખત કલેકટરને રજૂઆત કરવા છતાંય ખુલ્લેઆમ ખનીજચોરી થઇ રહી હતી. એવામાં થાનમાં કોલસાના ખાડામાં શ્રમિક ના મોત બાદ સુદામડા માં રેડમાં મોટાપાયે ખનીજચોરી ઝડપાતા તંત્ર સામે આશંકા સેવાઈ રહી છે. સાયલા અને થાન પંથક માં અનેક જગ્યાએ ગૌચર અને સરકારી જમીનો માં ગેરકાયદેસર ખનીજચોરી થતી હોવા છતાંય કલેકટર કે મામલતદાર દ્વારા કડક કાર્યવાહી ન થતી હોવાથી તંત્ર ની મીઠી નજર હોય એવું લાગી રહ્યું છે. સાયલા વિસ્તારમાં ઠેર ઠેર મોટા પ્રમાણમાં ખનીજનુ ખોદકામ તંત્રની મીઠી નજર હેઠળ ચાલી રહ્યું છે. ત્યારે ડીવાયએસપી મામલતદાર ડેપ્યુટી કલેકટર ખનીજ વિભાગ દ્વારા સંયુક્ત રેડ કરી મોટું ખોદકામ ઝડપી પાડવામાં આવ્યું હતું. સાયલા પોલીસ મથકે મોડી સાંજ સુધી ખનીજની કામગીરી ચાલુ રહી હતી જોવાનું એ છે આગળની કાર્યવાહી કયા પ્રકારની કરવામાં આવશે. વિસ્ફોટક નો મોટા પ્રમાણમાં જથ્થો કોના દ્વારા સપ્લાય કરવામાં આવતો હતો તેની પણ યોગ્ય તપાસ કરવામાં આવે તો વિસ્ફોટક પદાર્થનો કારોબાર સામે આવશે.

કયા સર્વે નંબરમાં ખોદકામ ચાલતું હતું

સર્વે નંબર અને નામ

૧૫૩૩- પુરીબેન હાજાભાઇ રબારી

૧૪૭૮-લાલજીભાઈ રાણાભાઇ રુદાતલા સંયુક્ત ખાતુ

૧૪૭૯-મણીબેન ભાયાભાઈ હજામ સંયુક્ત ખાતુ

૧૪૮૧-રબારી જહાભાઈ શારદુલભાઇ

૧૪૮૨-રઘાભાઈ ભાણાભાઈ

૧૪૮૪-શારદાબેન કુકાભાઈ સંયુક્ત ખાતુ

૧૪૮૫-રબારી હામાભાઇ સગરામભાઇ

૧૪૮૬-ખાંભલા રતનબેન જહાભાઈ

૧૪૮૭-લાલજીભાઈ રાણાભાઇ

૧૪૮૮-રબારી સગરામભાઇ



Google NewsGoogle News