રહેણાક વિસ્તારમાં કારમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
રહેણાક વિસ્તારમાં કારમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો 1 - image


- સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસની કાર્યવાહી

- દારૂની 71 બોટલો સહીત 1.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરની નવી હાઉસિંગ સોસાયટીમાં રહેણાંક મકાન નજીક પાર્ક કરેલ કારમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે બિ-ડિવિઝન પોલીસ ટીમે દરોડો કર્યો હતો. જેમાં કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૭૧ બોટલો તેમજ કાર સહીત કુલ રૂા.૧,૩૯,૫૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જ્યારે કારનો માલિક હાજર મળી ન આવ્યો હતો.

સુરેન્દ્રનગર શહેરમાં દારૂ અને જુગારની બદીને ડામવા પોલીસ ઠેર ઠેર દરોડા કરી છે ત્યારે સુરેન્દ્રનગર નવી હાઉસિંગ સોસાયટીમાં રહેતા મહાવિરસિંહ દિલીપસિંહ જાડેજા પોતાના રહેણાંક મકાન નજીક આવેલ ખુલ્લી જગ્યામાં રાખેલી કારમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરતો હોવાની બાતમી બિ ડિવિઝન પોલીસ ટીમને મળી હતી. આથી બિ ડિવિઝન પીએસઆઇ જી.એન.શ્યારા, હરપાલસિંહ રાઠોડ સહીતની પોલીસ ટીમે બાતમી વાળી જગ્યાએ દરોડો કરતા મહાવિરસિંહ જાડેજાના રહેણાંક મકાન પાસે એક કાર બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસે કારની તલાશી લેતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૭૧ બોટલો કિંમત રૂા.૩૯,૫૦૦ તથા એક કાર કિંમત રૂા. એક લાખ સહીત કુલ રૂા.૧,૩૯,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દારૂના જથ્થાનો સંગ્રહ કરનાર મહાવિરસિંહ જાડેજા હાજર ન મળી આવતા બિ-ડિવિઝન પોલીસ મથકે પ્રોહિબીશન અંગેનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.



Google NewsGoogle News