Get The App

ધારૈઈ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સ ઝડપાયા

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
ધારૈઈ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સ ઝડપાયા 1 - image


- જસદણના પાંચ, વિંછીયાના બે, ચોટીલાના એક શખ્સની અટકાયત

- નાની મોલડી પોલીસે દરોડામાં માત્ર રોકડ રકમ કબજે કરતા કામગીરી સામે સવાલ

સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના ધારૈઈ ગામની સીમમાં વોંકળામાં બાવળના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા ૮ શખ્સોને પોલીસે રોકડા રૃપિયા ૧૨,૬૫૦ સાથે ઝડપી લીધા હતાં. જુગારના દરોડામાં માત્ર રોકડ રકમ જ કબજે કરવામાં આવી હતી પરંતુ વાહનો કે મોબાઇલ સહિતનો અન્ય મુદ્દામાલ ન ઝડપાતા પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા છે.

નાની મોલડી પોલીસે ચોટીલા તાલુકાના ધારૈઈ ગામની ગળકીયાની સીમમાં ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા શખ્સોને ઝડપી પાડયા હતા. દરોડામાંં જાહેરમાં જુગાર રમતા વાલજીભાઇ મીઠાભાઇ બેરાણી (રહે. કડુકા, તા. જસદણ), દીપકભાઇ જાદવભાઇ રાઠોડ (રહે.જસદણ), રાયધનભાઇ વિભાભાઇ ગાબુ (રહે. ઢોકળવા, તા. ચોટીલા), હિતેશભાઇ ઉકાભાઇ વિંછીયા (રહે.વિંછીયા), ભુપતભાઇ મનજીભાઇ રાજપરા, માવજીભાઇ સવશીભાઇ જતાપરા અને વાલાભાઇ મેરામભાઇ કુવાડીયા (ત્રણે રહે.મદાવા, તા.જસદણ) અને મુકેશભાઇ માવજીભાઇ ઓળકીયા (રહે. કંધેવાળીયા તા.વીંછીયા)ને ઝડપી લીધા હતાં. 

પોલીસે સ્થળ પરથી રોકડા રૃા.૧૨,૬૫૦ કબજે કર્યા. પરંતુ જુગાર રમતા ઝડપાયેલા આઠ પૈકી કોઇ પણ શખ્સ પાસેથી મોબાઇલ કે વાહન સહીતનો અન્ય મુદ્દામાલ ન ઝડપાતા નાની મોલડી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે.


Google NewsGoogle News