Get The App

સુરેન્દ્રનગરમાં જીલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાં જીલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ 1 - image


સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ફરીયાદ અને સંકલન સમિતિની અલગ-અલગ ભાગમાં બેઠકો યોજાઈ હતી. જેમાં સંકલનની પ્રથમ ભાગની બેઠકમાં જર્જરિત ક્વાર્ટરના રીપેરીંગ કામ બાબતે, વણોદ જી.આઇ.ડી.સી. રોડ રસ્તાની સમસ્યા બાબતે,  લખતર તાલુકામાં વાસ્મો કામગીરી બાબતે તેમજ જમીન માપણી સંદર્ભે રીસર્વેની કામગીરી બાબતે જેવા પ્રશ્નો ઉપરાંત  પ્રાથમિક સુવિધાઓને લગતી સમસ્યા સહિતના પ્રશ્નો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નો સંદર્ભે જિલ્લા કલેકટરે આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપતા નિયત સમયમર્યાદામાં પ્રશ્નોનો નિકાલ કરવા સૂચના આપી હતી.

આ સંકલન બેઠકના બીજા ભાગમાં જિલ્લા કલેકટરે સરકારી લેણાઓની બાકી વસૂલાત, ધારાસભ્ય સહિતનાં જનપ્રતિનિધિઓની અરજીઓ/પ્રશ્નો, કચેરીઓમાં થતી આર.ટી.આઈ, એ.જી.ઓડિટનાં બાકી પારા, નિવૃત થતા કર્મચારીઓનાં બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનાં નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી. આ બેઠકમાં દસાડાના ધારાસભ્ય,  જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સહિત જિલ્લાનાં વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



Google NewsGoogle News