હળવદમાં ગંદકી, આડેધડ પાર્કિંગની સમસ્યા વકરી

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
હળવદમાં ગંદકી, આડેધડ પાર્કિંગની સમસ્યા વકરી 1 - image


- નવરાત્રિમાં પણ પાલિકાતંત્ર ધ્યાન આપતું નથી

- વિવિધ વેરા ઉઘરાવવામાં સૂરા પાલિકાતંત્ર પ્રજાની સમસ્યાઓને લઇને ચૂપ કેમ?

હળવદ : હળવદ  શહેરમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલ ગંદકી અને ટ્રાફિક સમસ્યાથી હળવદની પ્રજા ત્રાહિમામ પોકારી ગઇ છે. 

હળવદમાં ધાંગધ્રા દરવાજા પાસે નવરાત્રીના પ્રથમ દિવસે ગંદકી અને રોડ પર અડીગો જમાવેલા પશુઓ અને આડેધડ વહન પાકગ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અનેકવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી .ત્યારે આજુબાજુના વેપારીઓ શહેરીજનો પારાવર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ચીફ ઓફિસર અને વહીવટદાર દ્વારા તાત્કાલિક ધોરણે સમસ્યાઓ હલ કરવામાં આવે તેવું શહેરીજની માંગણી છે.



Google NewsGoogle News