Get The App

ધ્રાંગધ્રા ડેપોએ એસટી બસ 45 મિનિટ મોડી આવતા મુસાફરોને હાલાકી

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
ધ્રાંગધ્રા ડેપોએ એસટી બસ 45 મિનિટ મોડી આવતા મુસાફરોને હાલાકી 1 - image


- એસટી તંત્ર દ્વારા યોગ્ય જવાબ ના અપાતો હોવાનો મુસાફરોનો આક્ષેપ  

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા એસટી ડેપોમાં સોમવારે સવારે ૫-૪૫ વાગ્યાની બસ ૪૫ મિનિટ જેટલી મોડી આવતા વિદ્યાર્થીઓ સહિતના મુસાફરોને હાલાકી વેઠવી પડી હતી. ઉપરાંત પુછપરછ બારી પરથી યોગ્ય જવાબ મળતો ના હોવાના આક્ષેપો સાથે મુસાફરોએ રોષ ઠાલવ્યો હતો. 

ધ્રાંગધ્રા એસટી ડેપોમાંથી દરરોજ સવારે ૫-૪૫ કલાકે ધ્રાંગધ્રા-અમદાવાદ રૂટની એસટી બસ ચાલે છે. જેમાં નોકરીયાતો સહિત વિદ્યાર્થીઓ અને મુસાફરો મોટી સંખ્યામાં મુસાફરી કરે છે. તેમજ આ બસમાં બુકિંગની સુવિધા હોય મુસાફરો અગાઉથી પણ બુકિંગ કરાવે છે. 

ત્યારે સોમવારે સવારના ૫-૪૫ વાગ્યાની ધ્રાંગધ્રા-અમદાવાદ રૂટની એસટી બસ સમયસર નહિ આવતાં બસમાં બુકિંગ કરાવેલા વિદ્યાર્થીઓ સહિત મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. મુસાફરોએ આ અંગે ડેપો મેનેજરને ફોન કરતાં ફોન રીસીવ કર્યો ન હોવાનું તેમજ પુછપરછ બારી પર રજૂઆત કરતાં યોગ્ય જવાબ મળ્યો ન હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું. 

અમુક વિદ્યાર્થીઓને પરીક્ષા હોય સમયસર બસ ન આવતાં મુશ્કેલી ભોગવવી પડી હતી. જ્યારે અંદાજે ૪૫ મીનીટ મોડી એટલે કે સવારના ૬-૩૦ વાગ્યે આવી હતી અને ત્યારબાદ મુસાફરો અને વિદ્યાર્થીઓ બસમાં બેસી રવાના થયા હતા.



Google NewsGoogle News