ધ્રાંગધ્રા ભાજપના મહિલા હોદ્દેદારના અંગત વીડિયો વાયરલ કરનાર ઝડપાયો

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
ધ્રાંગધ્રા ભાજપના મહિલા હોદ્દેદારના અંગત વીડિયો વાયરલ કરનાર ઝડપાયો 1 - image


- મોટી રકમની ખંડાણી માંગી

- મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પોલીસે ધ્રાંગધ્રામાં રહેતા આરોપીની ધરપકડ કરી

સુરેન્દ્રનગર :  ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન દ્વારા ભાજપના ઉચ્ચ મહિલા હોદ્દેદારના અંગત જીવનનો વીડિયો યુટયુબ તેમજ સોશ્યલ મીડિયામાં વાયરલ કરી મોટી રકમની ખંડણી માંગનાર આરોપીને સીટી પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

ધ્રાંગધ્રા શહેરમાં રહેતા અને ભાજપમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા પ્રતિષ્ઠિત મહિલા હોદ્દેદારના અંગત જીવનના વીડિયો સોશિયલ મીડિયા તેમજ યુટયુબ અને ફેશબુકમાં ધ્રાંગધ્રા શહેરમાં રહેતા જેસીંગભાઈ પઢીયાર નામના શખ્સે વાયરલ કર્યો હતો.

 જેને આધારે ભોગ બનનાર મહિલા હોદ્દેદારે પોલીસ સ્ટેશનેે આ મામલે ફરીયાદ પણ નોંધાવી હતી. જેમાં ફરીયાદી મહિલાની લાગણી દુભાઈ તેવું અને ફરિયાદીની મંજૂરી વગર અંગત જીવનના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી ધમકી આપી મોટી રકમની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. 

જેને ધ્યાને લઈ જીલ્લા પોલીસવડા તેમજ ડીવાયએસપી  માર્ગદર્શન હેઠળ સીટી પીઆઈ તેમજ પીએસઆઈ સહિતના સ્ટાફે વીડિયો વાયરલ કરનારા શખ્સ જેસીંગભાઈ પઢીયારને ઝડપી પાડી કાર્યવાહી હાથધરી હતી.


Google NewsGoogle News