Get The App

લખતરના દેવળીયા ગામે મકાનમાંથી 3 લાખની મતા ચોરાઇ

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
લખતરના દેવળીયા ગામે મકાનમાંથી 3 લાખની મતા ચોરાઇ 1 - image


- બહાર ગામ ગયા અને તસ્કરો ઘરમાં ત્રાટક્યા  

- 1.81 લાખ રોકડ, સોના-ચાંદીના દાગીના સહિતની મતા ઉઠાવીને તસ્કરો ફરાર  

સુરેન્દ્રનગર :  લખતર તાલુકાના દેવળીયા ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને મંદિરના સોના-ચાંદીના દાગીના સહિત ૩ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી.આ મામલે  બનનાર મકાન માલિકે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

લખતરના દેવળીયા ખાતે રહેતા અને રામજી મંદિરમાં સેવા-પુજા કરતા ફરિયાદી નવનીતરાય નીમાવત (સાધુ) ગામમાં આવેલા રામજી મંદિર તેમજ ખોડીયાર માતાજીના મંદિરની સેવા-પુજા વર્ષોથી કરે છે અને બંને મંદિરના માતાજીને ચડાવવાના સોના-ચાંદીના દાગીના અને છતર પોતાના ઘરે રાખે છે જે વાર તહેવારે માતાજીને ચડાવવામાં આવે છે. 

ફરિયાદી પરિવારજનો સાથે વ્યવહારીક કામ અર્થે બહારગામ ગયા હતા અને ત્યાંથી પરત આવી પોતાના ઘરે પહોંચતા મુખ્ય દરવાજાનું તાળું ખોલી ચેક કરતા ઓસરીના દરવાજાનું તેમજ રૃમના દરવાજાનું તાળું તુટેલી હાલતમાં હતું અને અંદર જઈ તિજોરી ચેક કરતા તિજોરીનું તાળું તુટેલી હાલતમાં હતું અને સામાન વેર-વિખેર પડયો હતો. 

આથી તપાસ કરતા તિજોરીમાં રાખેલા રોકડ રૃા.૧,૮૧,૫૦૦ તેમજ રામજી મંદિર અને ખોડીયાર માતાજીના મંદિરના અને પોતાના સોના-ચાંદીના દાગીના કિંમત રૃા.૧,૨૦,૨૦૦ મળી કુલ રૃા.૩.૦૧ લાખની ચોરી થઈ હોવાનું જણાઈ આવતાં આ અંગે પોલીસને જાણ કરી હતી અને લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.



Google NewsGoogle News