સરકારની રહેમરાહે નોકરીની યોજનામા આશ્રીતો સાથે અન્યાય થતા ધરણા-પ્રદર્શન

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
સરકારની રહેમરાહે નોકરીની યોજનામા આશ્રીતો સાથે અન્યાય થતા ધરણા-પ્રદર્શન 1 - image


- સુરેન્દ્રનગરના આગેવાનો અને કાર્યકરોની ગાંધીનગરમાં અટકાયત

- ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા ૧૦થી વધુ કાર્યકરોની અટકાયત કરાતા રોષ

સુરેન્દ્રનગર : રાજ્ય સરકાર દ્વારા આશ્રિતોને રહેમરાહે નોકરી આપવામાં અન્યાય કરવામાં આવતો હોવાની રાવ સાથે સુરેન્દ્રનગરના આગેવાનોએ ગાંધીનગર રાજભવન સામે બે દિવસ ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી ત્યારે ધરણાનાં પ્રથમ દિવસે જ આગેવાનો અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરતા રોષની લાગણી ફેલાઇ હતી.

આ અંગે મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા આશ્રિતોને રહેમરાહે નોકરી આપવાની યોજના છેલ્લા ઘણા વર્ષોથી અમલમાં મુકી છે પરંતુ આ યોજનામાં અનેક કર્મચારીઓના આશ્રીતોને સરકારના ઠરાવનું ખોટું અને મનઘડત અર્થઘટન કરી રહેમરાહે નોકરીની યોજનાના લાભથી વંચીત રાખવામાં આવતા તેમજ ગેરસંવીધાનીક નિતિને લાગુ કરી મનમરજી મુજબ નિતિ ઘડવામાં આવી છે જેના વિરોધમાં જીલ્લાના આગેવાનો હર્ષદભાઈ પરમાર સહિતનાઓએ ગાંધીનગર રાજભવન સામે બે દિવસના ધરણાનો નિર્ણય લીધો હતો પરંતુ ધરણાના પ્રથમ દિવસે જ આગેવાન હર્ષદભાઈ પરમાર સહિત અશોકભાઈ ચાવડા, સી.ડી.ડોરીયા, પ્રેમજીભાઈ રાઠોડ, દિગંતભાઈ વાઢેર સહિતનાઓની ગાંધીનગર પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથધરતા રોષ જોવા મળ્યો હતો.


Google NewsGoogle News