રૂપાવટી ગામમાં દારૂનું વેચાણ કરતા શખ્સો સામે પગલાં લેવા માંગ

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
રૂપાવટી ગામમાં દારૂનું વેચાણ કરતા શખ્સો સામે પગલાં લેવા માંગ 1 - image


- કલેક્ટર અને ડીએસપી કચેરીએ લેખિત રજૂઆત

- ખુલ્લેઆમ દારૂના વેપલા સામે પોલીસ મૂકપ્રેક્ષક બની હોવાના આક્ષેપ

સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના રૂપાવટી ગામમાં ખુલ્લેઆમ થતાં દેશી અને ઈંગ્લીશ દારૂનું વેચાણ બંધ કરાવી કડક કાર્યવાહી કરવાની માંગ સાથે રૂપાવટી, ખોડુ સહિતના ગામના સરપંચ, ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર અને ડીએસપી કચેરી ખાતે લેખિત રજૂઆત કરી હતી. 

વઢવાણ તાલુકાના રૂપાવટી ગામમાં રહેતો  એક શખ્સ દ્વારા છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ દેશી અને ઈંગ્લીશ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ આ શખ્સના સાગરીતો દ્વારા ૫ણ ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો કરી ગામમાં રહેતા યુવાનો તેમજ અનેક પરિવારોને બરબાદ કરી રહ્યાં હોવાનો રજુઆતમાં ઉલ્લેખ કર્યો હતો.

 તેમજ દારૂનો ધંધો કરતા શખ્સ સામે અનેક વખત જોરાવરનગર પોલીસ મથક સહિત જિલ્લાના વિવિધ પોલીસ મથકોએ દારૂ, જુગાર, મારામારી સહિતના ગુનાઓ નોંધાયા છે અને આ શખ્સ ગ્રામજનો સાથે દાદાગીરી કરી હેરાન પરેશાન કરતા ગ્રામજનો ત્રસ્ત બની ગયા છે.

 તાજેતરમાં આ શખ્સ સામે ધાકધમકીની ફરિયાદ નોંધી હોવા છતાં સ્થાનીક પોલીસ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી ના હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જ્યારે માથાભારે શખ્સ દ્વારા પોલીસ પણ તેનંા કાંઈ કરી નહિં શકે તેવી ગ્રામજનો અને સરપંચને ધમકી આપવામાં આવે છે. 

ગામમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવાથી માતા-દીકરીઓની સલામતીને પણ જોખમ ઉભું થયું છે. આથી દારૂનો ધંધો કરનાર માથાભારે શખ્સ સામે પાસા હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી હતી. 


Google NewsGoogle News