Get The App

હળવદ દરબારગઢ પાસેથી જાહેર શૌચાલય દૂર કરવા માંગ

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
હળવદ દરબારગઢ પાસેથી જાહેર શૌચાલય દૂર કરવા માંગ 1 - image


- હળવદ કરણી સેના દ્વારા લેખિત રજૂઆત

- 10 દિવસમાં નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચિમકી 

હળવદ : હળવદમાં દરબારગઢ નજીક રાજમહેલના મુખ્ય દ્વાર પાસે આવેલું શૈચાલય દૂર કરવાની માંગ સાથે હળવદ કરણી સેના દ્વારા પાલિકાના ચીફ ઓફિસર અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં 

આવ્યું હતું. 

હળવદ કરણી સેનાએ આવેદનપત્રમાં રજૂઆત કરી હતી કે, દરબારનાકા પાસે જાહેરમાં આવેલા શૌચાલય અત્યંત દુર્ગંધ મારે છે. તેમજ માખી અને મચ્છરોનો ઉપદ્રવ હોવાથી રોગચાળો ફેલાવાનો ભય રહેલો છે. ઉપરાંત રાજમહેલ ખાતે ક્ષત્રિય સમાજના દેવી-દેવતાઓના મંદિર આવેલા છે. શક્તિ માતાજીના મંદિરે જવાનો રસ્તો પણ રાજમહેલથી પસાર થાય છે. તેમજ હળવદ-ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજની દીકરીઓના લગ્ન પ્રસંગે આજુબાજુના ગામોમાંથી દીકરીઓના કર કરવા રાજમહેલ ખાતે આવવાનું થતું હોવાથી આ સ્થળ ક્ષત્રિય સમાજની લાગણી સાથે સંકળાયેલું હોય તેમજ ધ્રાંગધ્રા રાજમાંથી પણ આ શૌચાલય હટાવવા અગાઉ અરજી કરેલી હોય જેનો આજસુધી નીકાલ કરવામાં આવ્યો નથી. 

જેથી રાજમહેલ પાસેથી જાહેર શૌચાલય હટાવવા માંગ કરી છે. જો ૧૦ દિવસમાં નિરાકરણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. 


Google NewsGoogle News