Get The App

લખતર તાલુકામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવા માગ

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
લખતર તાલુકામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવા માગ 1 - image


- જીરૂ, વરિયાળી, અજમો સહિતનો પાક નષ્ટ થતા

- કડુ, ઓળક, છારદ સહિતના ગામોના ખેતરોમાં પાક ધોવાઈ જતા ખેડૂતો નુકસાની વેજવા મજબૂર 

સુરેન્દ્રનગર : તાજેતરમાં સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ હવામાન વિભાગની આગાહીના પગલે કમૌસમી વરસાદ ખાબક્યો હતો જેમાં જીલ્લાના લખતર તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદ તેમજ બરફના કરા પડયા હતા જેના કારણે પાંચ થી સાત ગામોના ખેડુતોના ઉભા પાકને નુકશાની પહોંચતા ખેડુતોને રોવાનો વારો આવ્યો છે અને સરકાર દ્વારા નુકશાની અંગે માંગ કરી રહ્યાં છે.

આ અંગે મળતી માહિતી મુજબ તાજેતરમાં બે દિવસ પહેલા સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમૌસમી વરસાદ ખાબક્યો હતો જેમાં જીલ્લાના અલગ-અલગ તાલુકાઓ સહિત લખતર તાલુકાના કડુ, ઓળક, છારદ સહિત આસપાસના ગામોમાં ભારે પવન તેમજ કરા સાથે વરસાદ પડયો હતો જેના કારણે ખેડુતોએ મહામહેનતે કરેલા જીરૂ, વરીયાળી, અજમો, ઘઉં, તલ સહિતના પાકોને મોટાપાયે નુકશાન થતા ખેડુતોની હાલત કફોડી બની છે ત્યારે તાત્કાલીક સરકાર દ્વારા આ નુકશાની અંગે સર્વે હાથધરી સૌથી વધુ નુકશાન થયેલ વરીયાળીના પાક અંગે વળતર કે સહાય ચુકવવામાં આવે તેવી ખેડુતો માંગ કરી રહ્યાં છે.


Google NewsGoogle News