હળવદનાં ટીકર ગામે પતિ-પત્નીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા
- ગામમાં માતમ છવાયો, મોતને લઇને ઘૂંટાતું રહસ્ય
- હત્યા છે કે આત્મહત્યા તે અંગે પોલીસે તપાસ આરંભી, ત્રણ બાળકો રઝળી પડયા
હળવદ : હળવદ તાલુકાના ટીકર રણની ઢસીએ શૈલેષભાઈ નાગરભાઈ સુરાણી(કોળી) અને સરોજબેન શૈલેષભાઈ સુરાણી(કોળી) નામના પતિ-પત્નીનાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. પતિ પત્ની એકીસાથે મોત થતા ત્રણ સંતાનો જેમાં એક પાંચ વર્ષ, ત્રણ વર્ષ અને એક વર્ષના બાળકે માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી.
જ્યારે બનાવ અંગે હળવદ પોલીસને જાણ થતા હળવદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લીધો હતો અને બન્નેની લાશને હળવદની સરકાર હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જોકે બન્નેના મૃતદેહ શંકાસ્પદ હોવાથી ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ જ મોતનું કારણ સામે આવશે તેવું જણાવ્યું હતું.ત્યારે પતિ-પત્નીનાં શંકાસ્પદ મોત થતા ત્રણ બાળકો રઝળી પડયા છે.બંન્ને મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યો હતો.તેમજ પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુ શંકાસ્પદ હોવાથી બન્ને મૂતકના વિશેરા ફોરેન્સિક લેબમા મોકલવામાં આવ્યા હતા.રીપોટ આવ્યા બાદ સાચી હકીકત જાણવા મળશે. બનાવને પગલે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉમટી પડયા હતા. યોગ્ય ન્યાય મળે તે માટે માંગણી કરી હતી.હળવદ પી.આઇ. એમ.વી.પટેલ સહિતનો સ્ટાફ રણની ઢસીએ પહોંચી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.હાલ સમગ્ર તપાસનો ધમધમાટ હળવદ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.