દસાડા પોલીસે બેચરાજી હાઈવે પરથી દારૂ ઝડપી પાડયો

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
દસાડા પોલીસે બેચરાજી હાઈવે પરથી દારૂ ઝડપી પાડયો 1 - image


- કુલ રૂા.2.97 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પરથી મોટાપાયે ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગ થતું હોવાની ફરીયાદો ઉઠવા પામી છે જેને ધ્યાને લઈ જીલ્લા પોલીસવડાની સુચનાથી દસાડા પોલીસે હાઈવે પર ટીમ સાથે પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન દસાડા-બેચરાજી હાઈવે પર મેરા ગામના પાટીયા પાસેથી ઈંગ્લીશ દારૂ અને કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયાની સુચનાથી તેમજ ડીવાયએસપી જે.ડી.પુરોહિતના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.આઈ.ખડીયા સહિતના સ્ટાફે દસાડા-બેચરાજી હાઈવે પર પેટ્રોલીંગ હાથધર્યું હતું જેમાં મેરા ગામના પાટીયા પાસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી જે દરમ્યાન શંકાસ્પદ હાલતમાં કાર પસાર થતા તેને ઉભી રાખવાનું જણાવતા કારચાલકે પુરઝડપે કાર ચલાવી મુકી હતી અને બાવળની આડમાં કારચાલક નાસી છુટયો હતો. જ્યારે કારની તલાસી લેતા ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૯૬ કિંમત રૂા.૧૫,૮૪૦ તથા બીયરના ટીન નંગ-૩૧૨ કિંમત રૂા.૩૧,૨૦૦ મળી કુલ રૂા.૪૭,૦૪૦ની કિંમતનો દારૂ તથા કાર કિંમત રૂા.૨.૫ લાખ સહિત કુલ રૂા.૨.૯૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.



Google NewsGoogle News