લીંબડીની સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ કર્યાની ફરિયાદ

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
લીંબડીની સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ કર્યાની ફરિયાદ 1 - image


સ્કૂલે જતી સગીરાને બે શખ્સો કારમાં ઉપાડી ગયા

રાજકોટ હાઇવે પર આવેલી હોટલમાં લઇ જઇ એક શખ્સે દુષ્કર્મ આચર્યું

લીંબડી: લીંબડી તાલુકાના એક ગામની ૧૪ વર્ષીય સગીરાનુ બે શખ્સોએ અપહરણ કરીને એક શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે સગીરાને પિતાએ દુષ્કર્મ આચનાર તથા અપહરણ કરનાર બન્ને શખ્સો વિરૂદ્ધ લીબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

સગીરાને પિતાએ લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે તેમની ૧૪ વર્ષીય સગીરા લીંબડી બસ સ્ટેશનેથી ચાલીને સ્કુલે જઈ રહી હતી.

 તે સમયે અંકેવાળીયા ગામનાં ભગીરથ દોલતસંગ ડહીયા તથા મિતરાજ મહેન્દ્રભાઈ ખેર બન્ને મિત્રોએ ભેગા મળીને સગીરાને લલચાવી ફોસલાવી તેમની કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. ત્યાર બાદ લીંબડી રાજકોટ હાઈવે પર આવેલી અવંતિકા હોટલ ખાતે રૂમ નં - ૧૦૩માં લઈ જઈ ભગીરથ દોલતસંગ ડહીયાએ તેની સાથે તેની મરજી વિરૂદ્ધ જબરજસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું.

 તેમજ તેને ધમકી આપી હતી કે જો તું આ બનાવ અંગેની અમારા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કે તારા પરિવારને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપીને બન્ને શખ્સો નાસી છુટયા હતા. જ્યારે લીંબડી પોલીસે બન્ને શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News