Get The App

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને મુસાફરોને હેરાન કરતા બે ફેરિયાઓ વિરૂધ્ધ ફરિયાદ

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને મુસાફરોને હેરાન કરતા બે ફેરિયાઓ વિરૂધ્ધ ફરિયાદ 1 - image


- ભાવનગર- સુરેન્દ્રનગર ટ્રેનમાં ચેકિંગ દરમિયાન પકડાયા

- રેલવે સ્ટેશન વિસ્તારમાં પાસ કે ટિકિટ વગર ચણાદાળનું વેચાણ કરતા હતા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર રેલ્વે પોલીસ ટીમ દ્વારા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં બે ફેરીયાઓ પાસ કે ટીકીટ વગર રેલ્વે સ્ટેશનની હદમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વિવિધ વસ્તુઓનું વેચાણ કરતા ઝડપાઇ જતાં બન્ને શખ્સો વિરૂધ્ધ રેલ્વે પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ફેરીયાઓ દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરી ટ્રેનમાં મુસાફરોને અડચણરૂપ થાય તે રીતે વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોવાની ફરીયાદો ઉઠી રહી છે ત્યારે રેલ્વે પોલીસ ટીમ દ્વારા  પ્લેટફોર્મ નંબર ૪ પર ભાવનગર સુરેન્દ્રનગર લોકલ ટ્રેનના સમયે ચેકીંગ કાર્યવાહી હાથ ધરતાં ભુરાભાઇ અરજણભાઇ ટોકરાળીયા રહે કારોલ રેલ્વે સ્ટેશન પાસે તેમજ વિનુભાઇ મોહનભાઇ મેર રહે બોટાદ વાળો શખ્સ ટ્રેનમાં મુસાફરોને ત્રાસ અને અડચણ થાય તે રીતે ચણાદાળનું વેચાણ કરતા હતા આથી રેલ્વે પોલીસ ટીમ દ્વારા બન્ને શખ્સોને અટકાવી પુછપરછ કરતા રેલ્વેની હદમાં વસ્તુઓનું વેચાણ કરવા માટે પાસ કે ટીકીટ ન મળી આવતા બન્ને શખ્સો વિરૂધ્ધ રેલ્વે સ્ટેશનની હદમાં ગેરકાયદેસર પ્રવેશ કરવા અંગેનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.



Google NewsGoogle News