સુરેન્દ્રનગરમાં ટ્રાફિક પોલીસ સાથે દાદાગીરી કરનાર બે સામે ફરિયાદ

Updated: Oct 23rd, 2023

Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાં ટ્રાફિક પોલીસ સાથે દાદાગીરી કરનાર બે સામે ફરિયાદ 1 - image

-ચેકિંગ દરમિયાન પોલીસે અટકાવતા બોલેરોમાં આવેલા શખ્સોએ માથાકુટ કરી 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસ ટીમ પાટડી ચારરસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન બોલેરો લઇ આવેલા બે શખ્સોને અટકાવી ગાડીના કાગળો તેમજ લાઇસન્સ માંગતા બન્ને શખ્સોએ ટ્રાફિક પોલીસ સાથે માથાકુટ કરતા બન્ને વિરૂધ્ધ પાટડી પોલીસ મથકે  ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર ટ્રાફિક પીએસઆઇ સહીતની પોલીસ ટીમ દ્વારા પાટડી ચારરસ્તા પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન એક બોલેરો ફુલ સ્પીડમાં આવતા ટ્રાફિક પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા બોલેરોના ચાલકે ગાડી હંકારી મુકી હતી અને આગળ જઇ મામલતદાર કચેરી પાસે રોકતા ટ્રાફિક પોલીસ ટીમ ત્યાં ધસી ગઇ હતી અને બોલેરો ગાડીમાં બેસેલા મનજીતસીંગ ક્રીપાલસીંગ સરદાર અને માયાસીંગ ક્રીપાલસીંગ સરદાર પાસે બોલેરોના કાગળો તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ માંગતા બન્ને શખ્સોએ તેઓ લાઇસન્સ કે કાગળો રાખતા નથી અને પોલીસને બતાવતા પણ નથી. તેમજ પોલીસ સ્ટેશન પણ આવવું નથી અને ટ્રાફિક ભંગનો મેમો પણ નહીં લે તેવું જણાવી પોલીસને અપશબ્દો કહ્યા હતા. આથી બન્ને શખ્સો વિરૂધ્ધ પાટડી પોલીસ મથકે પોલીસની ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.