Get The App

મુળીના દાધોળીયા ગામના યુવકના આપઘાત મામલે ત્રણ સામે ફરિયાદ

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
મુળીના દાધોળીયા ગામના યુવકના આપઘાત મામલે ત્રણ સામે ફરિયાદ 1 - image


- ભાઇના મોત બાદ ભાભીના આડા સંબંધોએ યુવકનો જીવ લીધો

- સગા ભાભી અને ગામના બે વ્યક્તિ સામે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર :મુળી તાલુકાના દાધોળીયા ગામે રહેતા શખ્સે પોતાની વાડીમાં જ  ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા મોત નીપજ્યું હતું . જે અંગે મૃતકના ભાઈએ મુળી પોલીસ મથકે સગા ભાભી સહિત ત્રણ શખ્સો સામે મૃતકને આત્મહત્યા કરવા માટે મજબુર કર્યાની અને દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

મુળી તાલુકાના દાધોળીયા ગામે ફરિયાદી દલાભાઈ ઠાકરશીભાઈ બારૈયા ઉ.વ.૨૯ વાળાના નાનાભાઈ ચતુરભાઈ બારૈયાનું અંદાજે ૬ મહિના પહેલા અવસાન થયું હતું .અને ત્યારબાદ તેમની પત્ની જયાબેન (ભાભી)ને ગામમાં જ રહેતા બે શખ્સો  રાજુભાઈ ગુણાભાઈ ઝેઝરીયા અને ભરતભાઈ અમરશીભાઈ જાંબુકીયા સાથે આડા સંબધ હોય બન્નેએ ભાભી જયાબેનને મોબાઈલ લઈ આપ્યો હતા.

 જેની જાણ ફરિયાદીના અન્ય નાના ભાઈ સુરેશભાઈને જાણ થતાં ભાભીએ રાજુભાઈ અને ભરતભાઈ સાથે મળી એકસંપ થઈ સુરેશભાઈને ફસાવવા માટે તેમના પર ખોટા આક્ષેપો કરી અલગ-અલગ વિડિયો ઉતાર્યા હતા. આથી સુરેશભાઈને લાગી આવતા અને સહન ન થતાં આબરૂ જવાની બીકે પોતાની વાડીએ આવેલ ઝાડ સાથે દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા મોત નીપજ્યું હતું .

જ્યારે મૃતક સુરેશભાઈ દ્વારા બનાવવામાં આવેલ અને સોશ્યલ મીડીયામાં વાયરલ કરેલ વિડિયોમાં ૬ મહિના પહેલા મૃત્યુ પામેલ ચતુરભાઈને ભરતભાઈ જાંબુકીયા અને રાજુભાઈ ઝેઝરીયા સહિત ભાભી જયાબેને ફસાવ્યા હતા અને તેવી જ રીતે મૃતક સુરેશભાઈને ફસાવ્યો હોવાનું વાયરલ વિડિયોમાં જણાવ્યું હતું .

અને આત્મહત્યા કર્યા પહેલા આ વિડિયો વાયરલ કર્યો હોવાનું સામે આવ્યું હતું જે મામલે મૃતકના ભાઈએ મુળી પોલીસ મથકે સગા ભાભી (૧) જયાબેન ચતુરભાઈ બારૈયા (૨) રાજુભાઈ ગુણાભાઈ ઝેઝરીયા અને (૩) ભરતભાઈ અમરશીભાઈ જાંબુકીયા સામે આત્મહત્યા કરવા માટે મજબુર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.


Google NewsGoogle News