સુરેન્દ્રનગર ખનિજ વિભાગના દરોડાની માહિતી લીક કરનાર વોટ્સએપ ગુ્રપના 32 એડમિન સામે ફરિયાદ

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગર ખનિજ વિભાગના દરોડાની માહિતી લીક કરનાર વોટ્સએપ ગુ્રપના 32 એડમિન સામે ફરિયાદ 1 - image


ડમ્પર લેવા આવેલા શખ્સનો મોબાઈલ તપાસતા ઘટસ્ફોટ 

દરોડાના મેસેજ વોટ્સએપ ગુ્રપમાં ફરતા થયાનું ખુલતા ઝાલાવાડ, અમદાવાદ, ચરોતર, મહેસાણા જિલ્લાના નવ ગુ્રપના એડમિન સામે કાર્યવાહી ઃ હજુ વધુ નામ ખૂલે તેવી સંભાવના 

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજચોરી અંગે ચેકિંગમાં જતી ખાણખનીજ વિભાગની ટીમની માહિતી સોશિયલ મીડિયામાં વોટ્સએપ ગુ્રપમાં વાયરલ કરી ચેકિંગ અંગેના મેસેજ ફરતા કરનાર શખ્સો સામે ખાણખનીજ વિભાગ દ્વારા જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં અલગ અલગ ૯ વોટ્સએપ ગુ્રપ બનાવનાર ૩૨ એડમિન વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા જોરાવરનગર પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર ખનીજ ચેકિંગ માટે ગયેલી ટીમ બાતમી વાળી જગ્યાએ દરોડો કરવા પહોંચે તે પહેલા જ દરોડા અંગેની માહિતી લીક થઇ જતાં ખનીજ વિભાગની ટીમનો દરોડો નિષ્ફળ જતો હતો. જેને લઇને ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતા ખનીજની ચેકીંગ અંગેનું સરકારી વાહન જે તરફ ચેકિંગમાં ગયું હોય તે વિસ્તારમાં સોશિયલ મીડિયામાં ચેકિંગ અંગેના મેસેજ ફરતા થતાં હોવાની વિગતો બહાર આવી હતી. 

ત્યારે થોડા સમય પહેલા જ ખાણખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર બ્લેકટ્રેપનું વહન કરતુ ડમ્પર ઝડપી પાડયું હતું. આ વાહન છોડાવવા વાહન માલિક રાજેશભાઇ નરશીભાઇ ચૌહાણ ખાણખનીજ વિભાગની કચેરીમાં આવ્યા હતા. તે દરમિયાન ખાણખનીજ વિભાગના અધિકારીઓએ રાજેશભાઇનો મોબાઇલ ચેક કરતા તેમાં અલગ અલગ ૯ વોટ્સઅપ ગુ્રપ મળી આવ્યા હતા.

 જે ચેક કરતા તેમાં ચેકિંગ અંગેની માહિતી લીક કરતા ટેક્સ મેસેજ તેમજ વોઇસ મેસેજ મળી આવ્યા હતા. આ વોટ્સઅપ ગુ્રપનાં એડમિન તેમજ રાજેશભાઇ ચૌહાણ સહીત કુલ ૩૨ લોકો સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

આ વોટ્સઅપ ગુ્રપમાં સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત અમદાવાદ, ચરોતર અને મહેસાણા જિલ્લાના પણ વોટ્સઅપ ગુ્રપનો સમાવેશ થાય છે. જેને લઇને ૩૨ શખ્સો ઉપરાંત તપાસમાં ખુલે તે તમામ શખ્સો સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- કોની કોની સામે ફરિયાદ નોંધાઇ 

- રોયલ ગૃપના એડમીન - ભુરાભાઈ, દક્ષીત પ્રજાપતિ અને સમર

- વંદે માતરમ ગૃપના એડમીન - શૈલેષભાઈ, મીસ્ટર ૦૦૯, પનારા ૩૦૮, પી.કોઠારીયા

- રાધે રાધે સાયલા ગૃપના એડમીન - મેહુલ જોગરાણા, જય મેલડી, કલોતરા હરેશ

- સાયલાથી અમદાવાદ ઉભો પાટો ગૃપના એડમીન - કણજરીયા રાહુલ, પ્રવિણ, રાજુભાઈ, રમેશ સુદામડા, દશભા રાઠોડ, યુવરાજ

- જી.જે.૧૩-૧ ગૃપના એડમીન - આર.કે.ઠાકોર, જયેશ ગોવિંદીયા, ધનશ્યામ મેર

- જય ભોલે ગૃપના એડમીન - વલ્લભ રાઠોડ, વિપુલભાઈ

- જય ભોલે ૨ ગૃપના એડમીન - હરીશભાઈ,

- ઝાલાવાડ ટુ ચરોતર ગૃપના એડમીન - જેઠાભાઈ લવતુકા, એન.સી.ટ્રાન્સપોર્ટ, પ્રવિણ, 

- મોજીલુ મેહો ગૃપના એડમીન - બી.ડી., ફકરૂદ્દીન, એસ.એચ.ખરોડીયા, હર્ષદ ઠાકોર, વિજય ઠાકોર


Google NewsGoogle News