સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને લીંબડીમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ
- મોબાઈલ જેમ રિચાર્જ આધારીત ચાલશે
- 1.29 લાખથી વધુ વીજ મીટરોને સ્માર્ટ મીટરોમાં બદલવામાં આવશે
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ મીટરોને બદલીને મોબાઈલની જેમ રિચાર્જ આધારીત ચાલતા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને અંદાજે ૧.૨૯ લાખથી વધુ વીજ મીટરોને સ્માર્ટ મીટરોમાં બદલવામાં આવશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કામાં સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને લીંબડીના શહેરી વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવશે અને અંદાજે ૧,૨૯,૧૮૫ જેટલા વીજમીટરોને સ્માર્ટ મીટરમાં બદલવામાં આવશે.
જેના માટે હાલ ગ્રાહકના ઘરે જઈ કન્ઝયુમર ઈન્ડેક્સીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ગ્રાહકનો નંબર, મીટર નંબર, થાંભલા નંબર, સર્વિસ વાયરમાં ખામી સહિતની કામગીરી હાલ ચાલી રહી છે અને આગામી દિવસોમાં મોબાઈલ જેમ જ રીચાર્જ આધારીત ચાલતા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.