હળવદ રણકાંઠા વિસ્તારમાં શીત લહેર, લોકો ઠંડીમાં ઠુંઠવાય

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
હળવદ રણકાંઠા વિસ્તારમાં શીત  લહેર, લોકો ઠંડીમાં ઠુંઠવાય 1 - image


- લોકો તાપણાના સહારે, ઘરની બહાર પણ  નિકળવું મુશ્કેલ બન્યું

- સતત ત્રીજા દિવસે પણ હાડ થીજવતી ઠંડી પડી, જનજીવન અસ્તવ્યસ્ત બન્યું

હળવદ : છેલ્લા બે ત્રણ દિવસથી હવામાનમાં એક પલટા વચ્ચે પવનની ગતિ વધી છે ઉત્તર ભારતમાં થયેલી હિંમવષા ઠંડાગાર  પવનના કારણે હળવદ પંથકમાં રણકાંઠા  વિસ્તારમાં ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે.લોકો ઠંડીના જોરથી બચવા તાપણા નું શરણ લીધું છે.

હળવદના રણકાંઠા વિસ્તારમાં ઠંડીમાં લોકો ઠુંઠવાય રહ્યા છે. છેલ્લા બે ત્રણ દિવસથી જોરદાર ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે શિયાળાની ચાલુ સિઝનમાં સૌથી વધુ ઠંડુ  હાડથીજાવી દેતી ઠંડીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જોવા મળે છે જેની અસર જનજીવન પર થર થર કાપી રહ્યું છે.પવનની ગતિ અને ઠંડાબોર પવન ફૂંકાતા ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે.

ત્યારે હળવદના રણકાંઠા વિસ્તારમાં પણ ઠંડીની ભારે અસર વર્તાઇ રહી છે.છેલ્લા બે ત્રણ દિવસથી શીત લહેરનો માહોલ થઈ જતા સમગ્ર તાલુકામાં સવારથી લોકો સ્વેટર અને કાન ટોપી પહેરી અને રાત્રિના સમયે તાપણાં સળગાવી ઠંડીથી બચવાની કોશિશ કરતા નજર પડતા હતા. સાંજના સમયે બજાર સુમશામ નજરે પડે છે અને લોકો તાપણા કરી ઠેર ઠેર જોવા મળી રહ્યા છે  શહેર અને તાલુકામાં લોકો ઠંડી થી બચવા માટે સ્વેટર અને જાકીટ તેમજ કાનટોપી પહેરી ફરતા નજરે પડયા હતા ચાલુ વર્ષે શિયાળાની તુ ની શરૂઆત થઈ હોય તેઓ અહેસાસ જોવા મળી રહ્યો છે શિયાળાની તુ શરૂ થઈ હોય તેમ  લાગી રહ્યું હતું છેલ્લા બે દિવસ ઉપરાંત થી સવારથી માંડીને સાંજ પડે કડકડતી ઠંડી પડી છે ત્યારે લોકોના ઘરના દરવાજા તેમજ બારીઓ પણ બંધ દેખાઈ આવી હતી અને લોકો ધર માજ મોટાભાગે રહેવાનું પસંદ કર્યું હતું. તો કેટલાક લોકો તાપણું સળગાવીને ઠંડીથી બચવા માટે કોશિશ કરતા નજરે પડયા હતા. સુસ્વાટા બોલાવતા  પવન,હળવદ પંથકના રણકાંઠા વિસ્તાર ઠંડુગાર બની ગયું છે, અને જનજીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે.


Google NewsGoogle News