Get The App

યુવતીને ભગાડી જવામાં મદદ કરવા મામલે બે જુથ વચ્ચે મારામારી

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
યુવતીને ભગાડી જવામાં મદદ કરવા મામલે બે જુથ વચ્ચે મારામારી 1 - image


- મુળી તાલુકાના સડલા ગામનો બનાવ

 - જાનથી મારી નાખવાની ધમકી અંગે બંને પક્ષો દ્વારા સામસામે 8 શખ્સો સામે ફરિયાદ નોંધાવી 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના સડલા ગામે પરિવારની દિકરીને અગાઉ ભગાડી જવામાં મદદ કરવા બાબતે મનદુઃખ રાખી બે જુથો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં બન્ને જુથો દ્વારા સામસામે અંદાજે મહિલાઓ સહિત ૮ થી વધુ શખ્સો સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

 મુળીના સડલા ગામે રહેતા ફરિયાદી નરશીભાઈ લખમણભાઈ પરમાર અને  તેમની સાથે રહેલા તેમના પુત્ર સંજયભાઈ કિરણભાઈ સહિતનાઓને સામેના પક્ષના કુટુંબની દિકરીને અગાઉ ભગાડી જવામાં મદદ કરી હોવાનું મનદુઃખ રાખી ચાર શખ્સોએ એકસંપ થઈ ઢીકા પાટુનો માર મારી તેમજ સાહેદ જશુબેનને લાકડી વડે મારમારી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે મુળી પોલીસ મથકે મહિલા સહિત ચાર શખ્સો (૧) રાકેશભાઈ લખમણભાઈ બોસીયા (૨) પ્રેમજીભાઈ દાનાભાઈ બોસીયા (૩) સવિતાબેન રાકેશભાઈ બોસીયા અને (૪) મણીબેન મગનભાઈ બોસીયા (તમામ રહે. સડલા તા.મુળી) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

 જ્યારે સામાપક્ષે સડલા ગામે રહેતા જગદીશભાઈ પ્રેમજીભાઈ બોસીયાએ પણ દિકરીને જગાડી જવામાં મદદ કરી હોવાની શંકાને ધ્યાને લઈ ચાર શખ્સો સામે ઢીકા પાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં (૧) નરસીભાઈ લખમણભાઈ બોસીયા (૨) કિરણભાઈ નરસીભાઈ બોસીયા (૩) સંજયભાઈ નરસીભાઈ બોસીયા અને (૪) કુલદિપભાઈ હરખાભાઈ ચાવડા (તમામ રહે.સડલા તા.મુળી) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.



Google NewsGoogle News