ચુડા પોલીસ મથકના લુંટ, અપહરણ અને મારામારીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
ચુડા પોલીસ મથકના લુંટ, અપહરણ અને મારામારીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો 1 - image


સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના અલગ-અલગ પોલીસ મથકોના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જીલ્લા પોલીસવડા દ્વારા ખાસ સુચનાઓ આપવામાં આવી છે અને તેના ભાગરૂપે સ્પેશ્યલ ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બાતમીના આધારે રતનપર માળોદ ચોકડી પાસેથી ચુડા પોલીસ મથકના લુંટ તથા અપહરણના તેમજ મારામારીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન હ્યુમન સોર્સ અને ટેકનીકલ સોર્સની મદદથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ ડ્રાઈવ અંતર્ગત બાતમીના આધારે રતનપર માળોદ ચોકડી પાસેથી ચુડા પોલીસ મથકના લુંટ, અપહરણ તેમજ મારામારીના ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી રવિભાઈ ભુદરભાઈ પરમાર રહે.રનપરવાળાને ઝડપી પાડી ચુડા પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો આ કામગીરીમાં પીએસઆઈ જે.વાય.પઠાણ સહિત સ્ટાફના શક્તિસિંહ, ધવલભાઈ સહિતનાઓએ સફળ કામગીરી કરી હતી.


Google NewsGoogle News