ચોટીલા હાઈવે પર આણંદપુર ચોકડી પાસે લકઝરી બસ અને બાઈક વચ્ચે અકસ્માતનો મામલો
- મૃતક બાઈકચાલકના પુત્રએ બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી
- લકઝરી બસની અડફેટે બાઈકચાલકનું મોત નીપજ્યું હતું
સુરેન્દ્રનગર : અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે ચોટીલા હાઈવે પર આણંદપુર રોડ ચાર રસ્તા પાસે ખાનગી લકઝરી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઈકચાલકનું મોત નીપજતા મૃતકના પુત્રએ લકઝરી બસના ચાલક સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોટીલાના નાળીયેરી ગામે રહેતા ફરીયાદી સંજય અરજણભાઈ ઝાંપડીયાના પિતા અરજણભાઈ ગત તા.૧૫ નવેમ્બરના રોજ બાઈક લઈને ચોટીલા આણંદપુર તરફ જઈ રહ્યાં હતા તે દરમ્યાન ચાર રસ્તા પરથી ખાનગી લકઝરી બસના ચાલકે બાઈકને અડફેટે લેતા પિતા અરજણભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા રાજકોટ હોસ્પીટલ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જે મામલે લકઝરી બસના ચાલક સામે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.