કડુ નજીક કાર હોટલમાં ઘુસી, એકને સામાન્ય ઈજા

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
કડુ નજીક કાર હોટલમાં ઘુસી, એકને સામાન્ય ઈજા 1 - image


- સુરેન્દ્રનગરના ડોક્ટરને અકસ્માત નડયો

- હોટલમાં કોઈ હાજર ના હોવાથી મોટી જાનહાની ટળી 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે કડુ ગામ પાસે મોડીરાત્રે પુરપાટ ઝડપી જઈ રહેલ કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર હોટલમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જો કે સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નહોતો.

લખતર-વિરમગામ હાઇવે પર મોડીરાત્રે કડુ ગામ નજીક કાર હોટલમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. સદ્દભાગ્યે કોઈ જાનહાની થઈ નહોતી.

 સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા આશિતકુમાર પત્નિ સાથે કાર લઈને અમદાવાદથી સુરેન્દ્રનગર તરફ આવી રહ્યાં હતાં. તે દરમિયાન કડુ ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે પહોંચતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પેટ્રોલ પંપની બાજુમા આવેલી હોટલમાં દીવાલ તોડીને ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માત દરમિયાન હોટલમાં કોઈ હાજર નહીં હોવાથી મોટી જાનહાની થતાં ટળી હતી. જ્યારે કારમાં સવાર ડોકટરના પત્નિને સામાન્ય ઈજાઓ પહોંચતા ૧૦૮ની મદદથી સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.


Google NewsGoogle News