સુરેન્દ્રનગર ડિવિઝનમાંથી ઝડપાયેલી દારૂની 19568 બોટલ પર બુલડોઝર ફેરવ્યું

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગર ડિવિઝનમાંથી ઝડપાયેલી દારૂની 19568 બોટલ પર બુલડોઝર ફેરવ્યું 1 - image


- 56.45 લાખનો દારૂ ઝડપાયો હતો

- છ પોલીસ મથકના મુદ્દામાલનો વઢવાણ અને મુળીના ખાટડીમાં નાશ કરાયો 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર ડિવિઝનના અલગ-અલગ ૬ જેટલા પોલીસ મથકોની હદમાં ઝડપાયેલા ઈંગ્લીશ દારૂ અને બિયર સહિતના મુદ્દામાલનો કોર્ટના જરૂરી હુકમ બાદ અલગ-અલગ બે જગ્યાએ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર પોલીસ ડિવીઝન તાબા હેઠળ આવતા એ-ડિવીઝન, બી-ડિવીઝન, જોરાવરનગર, વઢવાણ, લખતર અને મુળી પોલીસ મથકની હદમાં ઝડપાયેલા ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૭,૩૫૮ કિંમત રૂા.૫૪.૨૧ લાખ તથા બીયર ટીન નંગ-૨,૨૧૦ કિંમત રૂા.૨.૨૪ લાખ સહિતનો મુદ્દામાલ વઢવાણ તેમજ મુળી તાલુકાના ખાટડી ગામે આવેલા સરકારી ખરાબાની જમીનમાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

 આ સમગ્ર કામગીરી જિલ્લા પોલીસવડા ડો.ગીરીશકુમાર પંડયાની સુચનાથી ડીવાયએસપી એચ.પી.દોશી તેમજ ચોટીલા મેજીસ્ટ્રેટ પી.એચ.ગળચર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં અને કોર્ટ દ્વારા હુકમ સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કરવામાં આવી હતી.


Google NewsGoogle News