ચોટીલામાં સગર્ભા બહેનને છરી મારનાર ભાઈ ઝડપાયો

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
ચોટીલામાં સગર્ભા બહેનને છરી મારનાર ભાઈ ઝડપાયો 1 - image


- સગર્ભાને હોસ્પિટલ ખસેડાઈ 

- દંપતિના ઝઘડામાં સમજાવવા જતાં ભાઈએ હુમલો કર્યો હતો

સુરેન્દ્રનગર,ચોટીલા : તાજેતરમાં ચોટીલા ખાતે રહેતાં ભાભીની ખબર પુછવા આવેલા બહેન સાથે ભાઈએ ઝઘડો કર્યો હતો અને બહેનને છરીનો ઘા ઝીંકી દીધા હતા. આ મામલે ઈજાગ્રસ્ત બહેનના પતિએ સાળા વિરૃદ્ધ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સણોસરામાં રહેતા ગુલાબબેન વિજયભાઈ ઝાપડિયાના ભાઈ અશ્વીનભાઈ કેટાશીયાના ઘરે બાળકીનો જન્મ થયો હોવાથી તેણી પોતાના પતિ અને માતા સાથે ભાઈના ઘરે ચોટીલા ગયા હતા. જ્યાં અશ્વીનભાઈ અને તેમના પત્ની નિલોફર વચ્ચે ઝઘડો થયો હતો.

જે અંગે ભાઈને સમજાવવા જતાં અશ્વીનભાઈએ સગર્ભા ગુલાબબેનને પેટના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. જેથી સગર્ભાને રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે વિજયભાઈની ફરિયાદના આધારે ચોટીલા પોલીસે અશ્વીનભાઈ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

પોલીસે શખ્સને ચામુંડા માતાજીના ડુંગર પાસે આવેલા ક્રિકેટના ગ્રાઉન્ડમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  



Google NewsGoogle News