Get The App

ઝમર ગામ પાસે કારની ટક્કરે બાઈક સવારનું મોત

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
ઝમર ગામ પાસે કારની ટક્કરે બાઈક સવારનું મોત 1 - image


- સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર અકસ્માત

- મૃતક યુવકની છ મહિના પહેલા જ સગાઇ થઇ હતી : પરિવારમાં શોકનો માહોલ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર ઝમર ગામના પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથધરી હતી.

લખતરથી સુરેન્દ્રનગર જતી કાર અને સુરેન્દ્રનગરથી લખતર તરફ આવતા બાઈક વચ્ચે ઝમર ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકમાં સવાર રવિ હસમુખભાઈ લખતરીયા (પ્રજાપતિ,ઉ.વ.૨૧)નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં લોકોના ટોળેટોળા તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક લખતર ખાતે રહેતો હોવાનું અને અંદાજે ૬ મહિના પહેલા સગાઈ થઈ હોવાનં સામે આવ્યું હતું. આ બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો સહિત સમાજના આગેવાનો અને મિત્ર વર્તુુળ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી મૃતદેહનો કબ્જો લઈ સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવાની તજવીજ હાથધરી હતી.


Google NewsGoogle News