વઢવાણ રાજપર રોડ પરથી બાઇક ચોર ઝડપાયા

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
વઢવાણ રાજપર રોડ પરથી બાઇક ચોર ઝડપાયા 1 - image


- ચાર બાઇક ચોર્યાની કબૂલાત

- સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારમાં મિત્ર સાથે મળી રેલવે સ્ટેશનેથી બાઇક ચોરતો હતો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સિટી બિ-ડિવિઝન પોલીસ ટીમે રાજપર વઢવાણ રોડ પરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો .જેની પુછપરછ કરતા તેણે મિત્ર સાથે મળી સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારમાંથી ૪ બાઇકચોરી કરી હોવાની કબુલાત કરી હતી .આથી પોલીસે તમામ ૪ બાઇક કિંમત રૂા.૧,૧૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

વઢવાણ રાજપર રોડ પરથી એક શખ્સ ચોરાઉ બાઇક સાથે પસાર થવાનો હોવાની બાતમી બિ ડિવિઝન પોલીસ ટીમના હરપાલસિંહ સુરૂભા તેમજ બળદેવસિંહ પરબતસિંહને મળી હતી. આથી બિ-ડિવિઝન પોલીસ ટીમે વઢવાણ રાજપર રોડ પર વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં બાઇક લઇ પસાર થતાં બીપીનભાઇ લક્ષ્મણભાઇ પરમાર રહે વાઘેલા વાળાને અટકાવી બાઇકના કાગળો અંગે પુછપરછ કરતા તેણે બાઇક ચોરી કર્યુ હોવાની કબુલાત કરી હતી .

આથી બિ ડિવિઝન પોલીસ ટીમે વધુ ઉંડાણપૂર્વક પુછપરછ હાથ ધરતાં તેના મિત્ર ચુડા તાલુકાના લાલીયાદ ગામના જયદીપ પ્રવિણભાઇ ચાવડા સાથે મળી સુરેન્દ્રનગર જોરાવરનગર અને વઢવાણ રેલ્વેસ્ટેશનથી કુલ ૪ બાઇક ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી. આથી બિ ડિવિઝન પોલીસે તમામ ૪ બાઇક કિંમત રૂા.૧,૧૫,૦૦૦ના મુદ્દામાલ સાથે બીપીનભાઇ પરમારને ઝડપી લઇ વધુ પુછપરછની કામગીરી હાથ ધરી છે. 


Google NewsGoogle News