ઝમર પાસે અકસ્માતમાં બાઈક સવાર યુવકનું મોત, એક ઈજાગ્રસ્ત

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
ઝમર પાસે અકસ્માતમાં બાઈક સવાર યુવકનું મોત, એક ઈજાગ્રસ્ત 1 - image


- આઈસર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો 

- અકસ્માત સર્જીને આઈસર ચાલક ફરાર: નાનાથોરી ગામના યુવકનું મોત થયાનું ખુલ્યું

સુરેન્દ્રનગર : લખતર તાલુકાના ઝમર ગામ તરફ જવાના રસ્તે આઈસર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકમાં સવાર એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. આ અંગે લખતર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઝમર ગામ પાસે આઈશર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકમાં સવાર બે વ્યક્તિઓ વિશાભાઈ લાલભાઈ ઓગણિયા અને શૈલેષભાઈ જસાભાઈ કમેજળિયાને માથાના તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફતે સુરેન્દ્રનગર હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિશાભાઈનું મોત નીપજ્યું હતું. 

આ બનાવની જાણ થતાં લખતર પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને અકસ્માતને કારણે થયેલા ટ્રાફીકને હળવો કરી વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો. જ્યારે અકસ્માત સર્જી આઈશર ચાલક આઈશર મુકી નાસી છુટયો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં વિરમગામ તાલુકાના નાનાથોરી ગામના યુવકો બાઈક પર ઝમરથી લખતર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.



Google NewsGoogle News