Get The App

નવાગામ પાસે હોર્ન વગાડવા બાબતે બાઈક ચાલકને માર માર્યો

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
નવાગામ પાસે હોર્ન વગાડવા બાબતે બાઈક ચાલકને માર માર્યો 1 - image


- ભોગાવો નદીના પુલ પાસેનો બનાવ

- શ્રમિકને માર મારનારા બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ 

સુરેન્દ્રનગર : ચોટીલાના નવાગામ પાસે આવેલા ભોગાવો નદીના પુલ પાસે એક શખ્સને હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી અંગે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ચોટીલાના પાજવાળી ગામે રહેતા ફરિયાદી વનરાજભાઈ ત્રિકમભાઈ સુરેલા અને ગામમાં રહેતા તેમના મિત્ર રોહિતભાઈ અધારા પાજવાળીથી ચોટીલા મજુરીકામ અર્થે બાઈક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન નવાગામ બોર્ડથી સુખપરા ગામ પાસે પહોંચતા રોડ પર ત્રણ બાઈક નવાગામ તરફ જઈ રહ્યા હતા.

 જેમને સાઈડ આપવાનું કહેતા બાઈકચાલકોએ સાઈડ આપી નહોતી. આથી ફરિયાદીએ હોર્ન વગાડયા હતા. જેથી નવા ગામ પાસે આવેલા ભોગાવો નદીના પુલ પાસે એક બાઈકચાલકે બાઈક રસ્તા પર ઉભું રાખી હોર્ન વગાડયાનો રોષ દાખવી ફરિયાદીને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

 જે અંગે બે શખ્સો ભરતભાઈ બેચરભાઈ લુણી અને કાળુભાઈ મોતીભાઈ રબારી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News